નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના સીનિયર ઓપનર બેટ્સમેન માર્ટિન ગપ્ટિલ હાલામાં ઇજાગ્રસ્ત થઇ ગયો છે, જેના કારણે ભારત સામેની ટી20 સીરીઝમાંથી બહાર રહેશે. ભારત માટે આ ખતરાનો સવાલ છે કેમકે તેની જગ્યાએ અન્ય એક ખતરનાક ખેલાડી કીવી ટીમમાં સામેલ થઇ શકે છે. આગામી 6ઠ્ઠી ફેબ્રુઆરીએ ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 સીરીઝ શરૂ થઇ રહી છે.
2/4
નોંધનીય છે કે, ન્યૂઝીલેન્ડની ટીમનો સ્ટાર ઓપનર માર્ટિન ગપ્ટિલ ઇજાગ્રસ્ત થઇ ગયો છે, અને ટી 20 સીરીઝમાંથી બહાર રહેશે. હાલમાં પાંચ દિવસમાં ત્રણ ટી20 મેચ રમવાની છે, જેના કારણે તેની વાપસી લગભગ નક્કી નથી.
3/4
4/4
ઇજાગ્રસ્ત ગપ્ટિલની જગ્યાએ કીવી ટીમમાં ઓલરાઉન્ડર જેમ્સ નીશામને જગ્યા મળી શકે છે, જે ભારત સામે પાંચ વનડે મેચોની સીરીઝમાં અંતિમ બે મેચો રમ્યો હતો. નીશામ બેટિંગ અને બૉલિંગ બન્નેના દમથી મેચ પલટવાની તાકાત રાખી શકે છે. પાંચમી વનડેમાં નીશામને ધોનીએ રન આઉટ કરાવ્યો હતો.