નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનું વર્તમાન અને ભવિષ્ય સુરક્ષિત ખેલાડીઓના હાથમાં જોવા મળી રહ્યું છે. વિતેલા થોડા સમયથી ભારતીય ક્રિકેટ ટીમના અનેક યુવા ખેલાડીઓએ પોતાની મજબૂત દાવેદારી રજૂ કરી છે. મનીષ પાંડે, શ્રેયસ અય્યર, ઋષભ પંત અને વિજય શંકર જેવા ખેલાડી આ લિસ્ટમાં સૌથી ઉપર છે. એવામાં ટીમમાં કેટલાક ખેલાડી એવા પણ છે જે આગામી વર્લ્ડકપ બાદ નિવૃત્તીની જાહેરાત કરી શકે છે.
2/6
પાકિસ્તાનનો 39 વર્ષનો શોએબ મલિક લગભગ 19 વર્ષથી આંતરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. મલિક ગુરુવારે વેસ્ટઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં વર્લ્ડ ઈલેવન ટીમમાં પણ ન હતો. મલિકની ફિટનેસ અને ઉંમરને જોતા વર્ષ 2019 તેના ક્રિકેટ કેરિયરનું છેલ્લું વર્ષ માનવામાં આવી રહ્યું છે.
3/6
દક્ષિણ આફ્રિકાનો ફાસ્ટ બોલર ડેલ સ્ટેન છેલ્લા ઘણા સમયથી ઈજાને કારણે પરેશાન રહ્યો છે. સ્ટેનની જગ્યાએ કાગિસો રબાડા, લુંગી એન્ગિડી અને ક્રિસ મોરિસ જેવા ખેલાડીઓ ટીમે લઈ લીધા છે. સ્ટેન પણ વર્લ્ડ કપ પછી નિવૃત્તિ લેવાનો વિચાર કરી શકે છે.
4/6
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની માટે પણ વર્ષ 2019 ક્રિકેટ કેરિયરનું છેલ્લું વર્ષ સાબિત થઈ શકે છે. ધોની પોતે એ વાતને ઘણી વખત કહી ચૂક્યો છે કે તે હવે એક-બે વર્ષથી વધુ ક્રિકેટ નહીં રમી શકે.
5/6
હરભજન સિંહની સ્થિતિ પણ કંઈક યુવરાજ જેવી જ છે. ભજ્જીનો પ્રયાસ ફરી એકવખત ભારતીય ટીમમાં સામેલ થવાની હશે, જોકે રસ્તો કઠીન છે. ભજ્જી પણ વર્ષ 2019 વર્લ્ડકપ રમ્યા બાદ ક્રિકેટને અલવિદા કહેવા ઈચ્છશે.
6/6
2019ના વર્લ્ડ કપમાં રમવાની પોતાની ઈચ્છા જાહેર કરનારા ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી યુવરાજ સિંહ માટે આવતું વર્ષ ક્રિકેટ કેરિયરનું છેલ્લું વર્ષ સાબિત થઈ શકે છે. હાલના યુવરાનજા ફોર્મને જોતા તેને વર્લ્ડ કપમાં સ્થાન મળશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.