તેમણે કહ્યું કે, આ વખતે તે ઉતરાયણના તહેવાર પર ઘરે હતો અને તેની પાસે પતંગ ઉડાવવાનો મોકો પણ હતો, પરંતુ આ ખરાબ સ્થિતિના કારણે તેને તહેવાર મનાવવાનો પણ મૂડ ન હતો.
2/4
હિમાંશુએ કહ્યું કે, તે પ્રતિબંધથી ઘણો નિરાશ છે અને ટીવી પર તેણે જે કહ્યું તેનો તેને પસ્તાવો છે. આવું તેણે બીજી વખત ન કરવાની વચન લીધા છે. અમે નિર્ણય લીધો છે કે, અમે આ મુદ્દા પર તેની સાતે વાત નહી કરીએ. તેના મોટા ભાઈ કૃણાલે પણ તેની સાથે આ મુદ્દા પર વાત નથી કરી. અમે બીસીસઆઈના નિર્ણયની રાહ જોઈ રહ્યા છીએ.
3/4
નવી દિલ્હીઃ હાર્દિક પંડ્યાના પિતાએ બુધવારે કહ્યું કે, હાર્દિક પંડ્યા હાલમાં થયેલ વિવાદ બાદ ઘરની બહાર નથી નીકળી રહ્યો અને ન તો કોઈનો ફોન ઉઠાવી રહ્યો છે. હાર્દિક પંડ્યા પર કોફી વિધ કરણમાં મહિલાઓ વિરૂદ્ધ કરેલ વિવાદાસ્પદ નિવદેન બદલ બીસીસીઆઈએ પ્રતિબંધ લગાવ્યો છે અને ઓસ્ટ્રેલિયાથી પરત બોલાવ્યો હતો. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ બંધ કરી દીધો છે. વિવાદ બાદ કેટલીએ જાહેરાતોએ પંડ્યા પાસેથી હાથ પાછો ખેંચી લીધો છે તો મુંબઈ જીમખાના ક્લબે તેની માન્ય સભ્યતા ખતમ કરી દીધી છે.
4/4
હાર્દિકના પિતા હિમાંશુએ અંગ્રેજી સમાચારપત્ર મિડ-ડેને કહ્યું કે, ઉતરાયણના આ તહેવારે, ગુજરાતમાં પબ્લિક હોલી ડે રહે છે, પરંતુ હાર્દિકે પતંગ પણ નથી ઉડાવ્યો. તેને પતંગ ઉડાવવાનો ખુબ શોખ છે, પરંતુ તે ક્રિકેટના વ્યસ્ત કાર્યક્રમના કારણે તેને ઘર પર રહેવાનો મોકો ઓછો મળે છે.