શોધખોળ કરો
Advertisement
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ખોટ પૂરી કરશે આ ત્રણ ખેલાડી! T-20માં બતાવશે જોશ
કૃણાલ પંડ્યાની વાત કરીએ તો તે સ્ટાર ઓલરાઉન્ડર છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપની હાર ભૂલીને ટીમ ઇન્ડિયા ત્રણ ઓગસ્ટના રોજ વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસની શરૂઆત કરશે. આ સમગ્ર આખા પ્રવાસમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આરામ આપવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા એવો ખેલાડી છે જે વિસ્ફોટક બેટિંગ ઉપરાંત શાનદાર બોલિંગથી ટીમ ઇન્ડિયાને મજબૂતી આપે છે. ટી20 સીરીઝમાં તેની જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને તક મળી શકે છે. એક નજર એવા ત્રણ ખેલાડીઓ પર જે હાર્દિક પંડ્યાની ભરપાઈ કરી શકે છે. આ ત્રણ નામ છે કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદર.
કૃણાલ પંડ્યાની વાત કરીએ તો તે સ્ટાર ઓલરાઉન્ડર છે. તે વિસ્ફોટક બેટિંગ ઉપરાંત લેફ્ટ આર્મ સ્પિનર પણ છે. કૃણાલ પંડ્યા લિમિટેડ ઓવરોની ક્રિકેટમાં ધમાકેદાર બેટિંગ કરવા માટે જાણીતો છે. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમે છે.
રવીન્દ્ર જાડેજાની વાત કરીએ તે વર્લ્ડકપ 2019ની સેમી ફાઈનલમાં ધમાકેદાર બેટિંગ કરીને સૌના દિલ જીતી લીધા હતા. રવિન્દ્ર જાડેજા અત્યાર સુધી 40 ટી-20 ઇન્ટરનેશનલ રમ્યા છે. જેમાં 31 વિકેટ લીધી છે. જાડેજા બેટિંગની સાથે સાથે ફિલ્ડિંગ માટે પણ જાણીતો છે.
વોશિંગ્ટન સુંદર ભારતીય ટીમનો એક યુવા ઓફ સ્પિન બોલર છે. 2018 નિદહાસ ટ્રોફીમાં ભારતીય ટીમની જીત બાદ તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુંદર સારો બેટ્સમેન પણ છે. ટી-20 ઇન્ટરનેશનલમાં તેના નામે 7 મેચોમાં 10 વિકેટ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement