શોધખોળ કરો
નતાશાના હાથમાં હાથ નાંખી પાર્કમાં ફરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, તસવીર શેર કરી કહ્યું- 'ખુશીઓ તરફ જતાં'
થોડા દિવસો પહેલા હાર્દિકે નતાશા સાથે પોતાની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તસવીરમાં સોફા પર બેઠેલા હાર્દિકના ખોળામાં નતાશા માથું રાખીને આરામ કરી રહી હતી. આ ઉપરાંત પંડ્યાના પેટ ડૉગ્સ પણ સાથે હતા.
![નતાશાના હાથમાં હાથ નાંખી પાર્કમાં ફરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, તસવીર શેર કરી કહ્યું- 'ખુશીઓ તરફ જતાં' Hardik Pandya shares pic with Natasha of maternity shoot નતાશાના હાથમાં હાથ નાંખી પાર્કમાં ફરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, તસવીર શેર કરી કહ્યું- 'ખુશીઓ તરફ જતાં'](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/21204944/hardik-and-natasa.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટૂંક સમયમાં બાપ બનવાનો છે. હાલ તે મંગેતર નતાશા સ્ટાનકોવિક સાથે ક્વોલિટી ટાઈમ વીતાવી રહ્યો છે. હાર્દિક અને તેની મંગેતર નતાશા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.
હાર્દિકે તાજેતરમાં નતાશા સાથે તસવીર શેર કરી છે. જેમાં તેઓ કોઈ પાર્કમાં ફરતા નજરે પડી રહ્યા છે. તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું, 'ખુશીઓ તરફ જતાં.' આ તસવીર તેમના મેટરનીટિ ફોટોશૂટની છે.
થોડા દિવસો પહેલા હાર્દિકે નતાશા સાથે પોતાની એક તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. તસવીરમાં સોફા પર બેઠેલા હાર્દિકના ખોળામાં નતાશા માથું રાખીને આરામ કરી રહી હતી. આ ઉપરાંત પંડ્યાના પેટ ડૉગ્સ પણ સાથે હતા.
લોકડાઉન દરમિયાન હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી હતી કે તે બાપ બનવાનો છે. હાર્દિકે નતાશા ગર્ભવતી જાહેરાત કરી હતી. બંનેએ તેમના બાળકના સ્વાગતની તૈયારી પણ શરૂ કરી દીધી છે. હાર્દિક અને નતાશાએ કહ્યું હતું કે, અમે બાળકને લઈ ઉત્સાહિત છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)