શોધખોળ કરો
Advertisement
સિંગર બન્યો ભારતનો આ સ્ટાર ક્રિકેટર, ભાઈ સાથે ગાયુ ‘કોલાવેરી ડી’, વીડિયો વાયરલ
આ વીડિયો ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુડીએ બનાવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં તે પોતાના એક વીડિયોને કારણે ચર્ચામાં છે. વીડિયોમાં હાર્દિક તેના ભાઈ કૃણાલ પંડ્યા સાથે મળીને ધનુષનું ગીત Why this Kolaveri Di ગાઈ રહ્યા છે. જોકે હાર્દિકનો આ પ્રથમ વીડિયો નથી આ પહેલા પણ તેનો નાચતા ગાતા અનેક વીડિયો સામે આવી ચૂક્યા છે. ક્રુણાલ પંડ્યાએ પોતાના સોશિયલ મીડિયા આ વીડિયો શેર કર્યો છે.
આ વીડિયો પંડ્યા ભાઈઓના ઘરનો છે. વીડિયોમાં હાર્દિક અને તેનો ભાઇ શોર્ટ્સ ટીશર્ટ પહેરી અને હાથમાં માઇક લઈને સોફા પર બેસી ફુલ મસ્તીના મૂડમાં જોવા મળે છે. બંને ભાઈઓ હાથમાં માઇક લઈને ફિલ્મ અભિનેતા ઘનુષનું લોકપ્રિય ગીત કોલાવેરી ડી ગાઈ રહ્યા છે. 2011માં રિલીઝ થયેલું આ ગીત તે સમયે ઘણું વાયરલ થયું હતું.
???? Why this Kolaveri Kolaveri Kolaveri Di at the Pandya music studio ???????? @hardikpandya7 pic.twitter.com/Ja6cBFkFGH
— Krunal Pandya (@krunalpandya24) August 10, 2019
આ વીડિયો ક્રુણાલ પંડ્યાની પત્ની પંખુડીએ બનાવ્યો છે. જે બંને ભાઈઓના ગીત સાંભળી હસી રહી છે અને ગીતમાં તેમને સાથ પણ આપી રહી છે. ક્રુણાલ પંડ્યાએ કેપ્શનમાં લખ્યું છે કે પંડ્યા મ્યૂઝીક સ્ટૂડિયોમાં વાય દિસ કોલાવેરી કોલાવેરી ડી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement