શોધખોળ કરો
Advertisement
હાર્દિક પંડ્યાએ સગાઈ કરતાં જ યુજવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયાના કયા ખેલાડીની લીધી ફિરકી? જાણો
ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સગાઈના બહાને તેના મિત્ર સ્પિનર કુલદીપ યાદવની મજાક ઉડાવી હતી.
મુંબઈ: ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની સગાઈના બહાને તેના મિત્ર સ્પિનર કુલદીપ યાદવની મજાક ઉડાવી હતી. કુલદીપે હાર્દિક પંડ્યાની સગાઈના અભિનંદન પાઠવ્યા હતાં જેના પર કોમેન્ટ કરતાં ચહલે કુલદીપની ફિરકી લીધી હતી. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયાના ઓલ-રાઉન્ડર હાર્દિકે સર્બિયાની અભિનેત્રી નતાશા સ્ટાનકોવિક સાથે સગાઈ કરી લીધી હતી. આની જાણકારી બન્નેએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.
સોશિયલ મીડિયામાં હાર્દિક પંડ્યાએ પોતાની સગાઈની તસવીરો અપલોડ કરી હતી અને તેના પર અભિનંદન આપતા કુલદીપે લખ્યું હતું કે ‘લાખ લાખ અભિનંદન.’ હાર્દિક પંડ્યાની સગાઈ તસવીરોએ બધાંને ચોંકાવી દીધા હતા ત્યારે આ તસવીરો સોશિયલ મીડિયામાં બહુ જ વાયરલ થઈ હતી.
કુલદીપની આ કોમેન્ટ પર ચહલે લખ્યું હતું કે, હવે તારો વારો. આને લઈને તેમના ચાહકોએ પણ બંનેની ફિરકી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પંડ્યાએ સગાઈની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતું કે, મેં તેરા, તું મેરી, જાને સારા હિંદુસ્તાન. આ સાથે હાર્દિકે સગાઈની તારીખ 1-1-2020 જણાવી હતી.
હાર્દિકને ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીએ પણ અભિનંદન પાઠવ્યા હતા. કોહલીએ કોમેન્ટ લખી હતી કે, અભિનંદન હાર્દિક, આ શાનદાર સરપ્રાઈઝ છે. તમને બંનેને ભવિષ્ય માટે શુભેચ્છાઓ. હાર્દિકે દરિયા વચ્ચે ક્રુઝ પર નતાશાને પ્રપોઝ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement