Hockey World CUP 2023 : ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમે કોરિયાને કચડ્યુ, જર્મનીએ જાપાનને 3-0થી હરાવ્યુ
હોકી વર્લ્ડકપ 2023 ની પુલ સી મેચમાં ન્યૂઝીલેન્ડે ચિલીને 3-1 થી હરાવ્યું હતું
LIVE
Background
Hockey World Cup 2023 New Zealand vs Chile: હોકી વર્લ્ડકપ 2023 ની પુલ સી મેચમાં ન્યૂઝીલેન્ડે ચિલીને 3-1 થી હરાવ્યું હતું. આ મેચમાં ન્યૂઝીલેન્ડ માટે સેમ હીહાએ બે ગોલ કર્યા હતા. ન્યૂઝીલેન્ડે મેચના પહેલા ક્વાર્ટરથી જ દબાણ બનાવી દીધું હતું. ટીમે પ્રથમ ક્વાર્ટરમાં બે ગોલ કર્યા હતા. આ પછી બીજા ક્વાર્ટરમાં પણ એક ગોલ થયો હતો. આ દરમિયાન ચિલીના ખેલાડીઓ ગોલ માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા. જોકે છેલ્લા ક્વાર્ટરમાં તે માત્ર એક જ ગોલ કરી શક્યા હતા.
🏑 | MATCHDAY | Full -Time |
— Odisha Sports (@sports_odisha) January 14, 2023
Not the result @chile_hockey wanted on their Hockey World Cup Debut match. A comfortable win for @BlackSticks in their opening game of the #HWC2023 at Birsa Munda Hockey Stadium in Rourkela.#HWC2023 #NZLvsCHL #HockeyComesHome #HockeyWorldCup2023 pic.twitter.com/7NOZE0mPvb
રાઉરકેલામાં ચિલી અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી આ મેચની શરૂઆત રોમાંચક રહી હતી. ન્યૂઝીલેન્ડ માટે પ્રથમ ગોલ સેમ લાનેએ 9મી મિનિટે કર્યો હતો. તે એક ફિલ્ડ ગોલ હતો અને તેના કારણે ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ વધુ આક્રમક બન્યા હતા. જેની માત્ર બે મિનિટ બાદ સેમ હીહાએ ગોલ કર્યો હતો. તેણે 11મી મિનિટે ગોલ કરીને ટીમને 2-0ની સરસાઈ અપાવી હતી. આ દરમિયાન ચિલીના ખેલાડીઓ ગોલ માટે સતત સંઘર્ષ કરી રહ્યા હતા. પરંતુ તેઓ સફળ થયા ન હતા.
ન્યૂઝીલેન્ડે બીજા ક્વાર્ટરમાં પણ દબાણ જાળવી રાખ્યું હતું. ટીમે 18મી મિનિટે ફરી ગોલ કર્યો. આ ગોલ પણ સેમ હીહાએ કર્યો હતો. આ રીતે ન્યૂઝીલેન્ડે 3-0ની લીડ મેળવી લીધી હતી. ત્રીજા ક્વાર્ટરમાં એક પણ ગોલ થયો ન હતો. પરંતુ ચોથા ક્વાર્ટરમાં ચિલીએ મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સરળ રહ્યું નથી. રમતના અંત પહેલા ચિલી માટે એકમાત્ર ગોલ ઇગ્નાસિયો કોન્ટ્રાડોએ કર્યો હતો.
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ પુલ A ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર રહી હતી. તેણે એક મેચ રમી છે અને જીતી છે. આ સાથે જ આર્જેન્ટિના બીજા નંબર પર છે. આ બંને ટીમોએ એક-એક મેચ રમી છે અને જીતી છે. બંનેના 3-3 પોઈન્ટ છે. દક્ષિણ આફ્રિકા અને ફ્રાંસને હારનો સામનો કરવો પડ્યો છે. પુલ ડીમાં ભારત અને ઈંગ્લેન્ડની ટીમો ટોપ પર છે. બંનેના 3-3 પોઈન્ટ છે.
જર્મનીએ જાપાનને હરાવ્યું
જર્મનીએ પણ પુલ- બીમાં ધમાકેદાર શરૂઆત કરી છે. જાપાન સામેની મેચમાં જર્મનીએ ઘણો સંઘર્ષ કર્યો, પરંતુ આ ટીમે બીજા હાફમાં શાનદાર પ્રદર્શન કર્યું અને 3-0ના મોટા માર્જિનથી જીત મેળવી હતી. પ્રથમ હાફમાં બંને ટીમોનો સ્કોર 0-0થી બરાબર હતો, પરંતુ બીજા હાફમાં જર્મનીની ટીમ લયમાં આવી અને એક પછી એક ત્રણ ગોલ કરીને શાનદાર જીત નોંધાવી હતી.
બેલ્જિયમે મોટી જીત નોંધાવી
ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમે પુલ- બીની ધમાકેદાર શરૂઆત કરી છે. તેણે દક્ષિણ કોરિયાને 5-0થી કચડી નાખ્યું હતું. બેલ્જિયમ માટે હેન્ડ્રીક્સ એલેક્ઝાન્ડરે 30મી મિનિટે, કોસિન્સ ટેન્ગ્યુઇએ 42મી મિનિટે, વાન ઓબેલ ફ્લોરેન્ટે 49મી મિનિટે, ડોકિયર સેબેસ્ટિને 51મી અને ડી સ્લુવર આર્થુરે 57મી મિનિટે ગોલ કર્યા હતા.
🏑 | FULL-TIME | @BELRedLions off to a winning start in the #HWC2023 after brushing aside the Korean Challenge.
— Odisha Sports (@sports_odisha) January 14, 2023
🇧🇪BEL 5️⃣-0️⃣ KOR🇰🇷#HWC2023 #BELvsKOR #HockeyWorldCup #HockeyWorldCup2023 #OdishaForHockey #HockeyComesHome pic.twitter.com/V6zRpAc7AW
નેધરલેન્ડ્સ સામે મલેશિયાનું ખરાબ પ્રદર્શન
📸 | Glimpses from the match played between Netherlands and Malaysia at Birsa Munda Hockey Stadium in Rourkela.#HWC2023 #NEDvsMAL #HockeyWorldCup #HockeyWorldCup2023 #IndiaKaGame #OdishaForHockey #HockeyComesHome pic.twitter.com/kS8oSAToja
— Odisha Sports (@sports_odisha) January 14, 2023
નેધરલેન્ડ્સે મલેશિયાને 4-0થી હરાવ્યું
𝐅𝐮𝐥𝐥-𝐓𝐢𝐦𝐞: 𝐍𝐞𝐭𝐡𝐞𝐫𝐥𝐚𝐧𝐝𝐬 𝟒-𝟎 𝐌𝐚𝐥𝐚𝐲𝐬𝐢𝐚
— International Hockey Federation (@FIH_Hockey) January 14, 2023
Clinical Dutch make the perfect start to their #HWC2023 campaign scoring twice in 2nd and 4th quarters to take the lead in Pool C.
📱- Download the @watchdothockey app to follow all the updates. pic.twitter.com/sAALx9UjYv
નેધરલેન્ડ્સે મલેશિયાને 4-0થી હરાવ્યું
નેધરલેન્ડ્સે મલેશિયા સામે 4-0થી જીત મેળવી હતી. આ જીત સાથે તે પુલ સીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયુ છે. તે ન્યૂઝીલેન્ડ જેટલા જ પોઇન્ટ્સ ધરાવે છે, પરંતુ વધુ સારા ગોલ તફાવત સાથે ટોચ પર છે. ચિલીની ટીમ ત્રીજા અને મલેશિયા ચોથા ક્રમે છે. નેધરલેન્ડ્સ માટે વેન ડેમ થીસ (19મી મિનિટ), જાનસેન ઝિપ (23મી મિનિટ), બિન્સ ટ્યુન (46મી મિનિટ) અને ક્રૂન જોરિટે (59મી મિનિટ) ગોલ કર્યા હતા.