શોધખોળ કરો
ભારતીય ટીમના આ સ્ટાર ખેલાડીએ ટ્વિટ કરી ભાજપને સમર્થન જાહેર કર્યું, જાણો વિગત
રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાઇ ગયા છે અને ભાજપની જીત માટે પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ અને તેમની બહેન નયનાબા કોગ્રેસમાં જોડાઇ ગયા છે
રાજકોટઃ લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ઘરે રાજકીય યુદ્ધ પહોંચ્યું છે. રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજા ભાજપમાં જોડાઇ ગયા છે અને ભાજપની જીત માટે પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ અને તેમની બહેન નયનાબા કોગ્રેસમાં જોડાઇ ગયા છે અને કોગ્રેસને સમર્થન આપી રહ્યા છે. આ બધા વચ્ચે રવિન્દ્ર જાડેજાએ ટ્વિટ કરીને લોકસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન જાહેર કર્યું હતું.
નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજા થોડા સમય અગાઉ જ ગુજરાતના કૃષિ મંત્રી આર.સી ફળદુ અને સાંસદ પૂનમ માડમની હાજરીમાં ભાજપમા સામેલ થયા હતા. જેના એક મહિનામાં જ જાડેજાના પિતા અને બહેન કોગ્રેસ નેતા હાર્દિક પટેલની હાજરીમાં કોગ્રેસ પાર્ટીમાં સામેલ થયા હતા.I support BJP.@narendramodi #rivabajadeja jai hind 🇮🇳 pic.twitter.com/GXNz5o07yy
— Ravindrasinh jadeja (@imjadeja) April 15, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દુનિયા
દેશ
Advertisement