શોધખોળ કરો
Advertisement
ICCએ શ્રીલંકાના ક્યા બે ખેલાડીને કર્યા સસ્પેન્ડ, જાણો શું છે તેમના પર આરોપ
શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ગુનાવર્દને અને ફાસ્ટ બોલર નુવાન ઝોયસાની સામે આઇસીસીએ મેચ ફિક્સિંગનો આરોપ મૂક્યો છે.આઇસીસીએ બંને ક્રિકેટરોને ખુલાસો કરવા માટે 14 દિવસનો સમય આપ્યો છે.
નવી દિલ્હીઃ શ્રીલંકાના ભૂતપૂર્વ બેટ્સમેન ગુનાવર્દને અને ફાસ્ટ બોલર નુવાન ઝોયસાની સામે આઇસીસીએ મેચ ફિક્સિંગનો આરોપ મૂક્યો છે.આઇસીસીએ બંને ક્રિકેટરોને ખુલાસો કરવા માટે 14 દિવસનો સમય આપ્યો છે અને આ પછી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તે નક્કી લાગી રહ્યું છે.
ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં સંયુક્ત આરબ અમીરાતમાં ટી-૧૦ લીગ રમાઈ હતી. ક્રિકેટના આ તદ્દન નવા ફોર્મેટમાં ગુનાવર્દને અને ઝોયસા પણ સામેલ હતા અને તેમાં તેઓ મેચ ફિક્સિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હતા, તેવો આક્ષેપ આઇસીસીએ મૂક્યો છે. શ્રીલંકાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર જયસુર્યા પર બે વર્ષનો પ્રતિબંધ મૂકાઈ ચૂક્યો છે. તેની પર તપાસમાં સહયોગ ન કરવાનો અને પુરાવા નષ્ટ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
શ્રીલંકાનો ભૂતપૂર્વ ક્રિકેટર ઝોયસા 30 ટેસ્ટ અને 95 વન ડે રમી ચૂક્યો છે. તે શ્રીલંકાનો બોલિંગ કોચ પણ રહી ચૂક્યો છે અને નવેમ્બર મહિનામાં જ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ગુનાવર્દને 6 ટેસ્ટ અને 61 વન ડેમાં ટીમમાં સામેલ રહી ચૂક્યો છે. તે ચાલુ વર્ષના પ્રારંભે શ્રીલંકાની ટીમના બેટીંગ કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી ચૂક્યો છે.
IPL ફાઇનલ પહેલા હાર્દિક પંડ્યાએ કર્યો હુંકાર, ચેન્નાઈને આપી આવી ચેતવણી, જાણો વિગત જાણીતા ગુજરાતી ગીત પર ડાન્સ કરતી જોવા મળશે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, જાણો વિગત IPL: ધોની અને CSKએ બનાવ્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગતOn behalf of the Emirates Cricket Board (ECB), the ICC has charged Nuwan Zoysa and Avishka Gunawardene under the Emirates Cricket Board Anti-Corruption Code. DETAILS ⬇️https://t.co/IcBAJF3jC0 pic.twitter.com/jiKh214mOB
— ICC (@ICC) May 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
સ્પોર્ટ્સ
Advertisement