નવી દિલ્હી: આઈસીસી વન-ડે રેન્કિંગમાં કોહલી નંબર વન પર યથાવત છે. નવા રેન્કિંગમાં કોહલીએ 15 પોઇન્ટ મેળવ્યા છે અને તેના 899 પોઇન્ટ થઈ ગયા છે. રોહિત શર્મા 871 રેટિંગ સાથે બીજા ક્રમે છે.
2/4
અંબાતી રાયડૂને 24 સ્થાનનો ફાયદો થયો છે અને તે પોતાના કરિયરની બેસ્ટ રેન્કિંગ 553 અંક સાથે 48માં સ્થાન પર પહોંચી ગયો છે.
3/4
લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે આઈસીસી રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. ચહલે કારકિર્દીમાં પ્રથમ વખત ટોપ-10માં સ્થાન બનાવ્યું છે. તે ત્રણ સ્થાનના ફાયદા સાથે આઠમાં સ્થાને પહોંચી ગયો છે. કુલદીપ યાદવ 723 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. જાડેજા 16 સ્થાનના છલાંગ સાથે 25માં સ્થાને આવી ગયો છે.
4/4
બોલિંગમાં ભારતનો જસપ્રીત બુમરાહ નંબર વન પર યથાવત્ છે. તેણે કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 841 રેટિંગ મેળવ્યા છે. જે દક્ષિણ આફ્રિકાના શોલોકના 894 રેટિંગ પછી સૌથી વધારે છે. પોલોકે 2008માં આ રેટિંગ મેળવ્યા હતા. આમ 10 વર્ષ પછી કોઈ બોલર આટલા રેટિંગ મેળવવા સફળ રહ્યો છે.