શોધખોળ કરો
Advertisement
કોહલીનો નંબર-1 બેટ્સમેનનો તાજ ખતરામાં, આ ખેલાડી પછાડી શકે છે વિરાટને
તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રેન્કિંગ મુજબ કોહલી નંબર 1 પર યથાવત છે, જ્યારે સ્ટીવ સ્મિથ નંબર 4થી નંબર 2 પર પહોંચી ગયો છે. કોહલી 910 રેટિંગ સાથે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર છે, જ્યારે સ્મિથ 904 રેટિંગ સાથે બીજા સ્થાને છે.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો આઈસીસી ટેસ્ટ રેન્કિંગનો નંબર વનનો તાજ ખતરામાં છે. તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ રેન્કિંગ મુજબ કોહલી નંબર 1 પર યથાવત છે, જ્યારે સ્ટીવ સ્મિથ નંબર 4થી નંબર 2 પર પહોંચી ગયો છે. કોહલી 910 રેટિંગ સાથે આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 પર છે, જ્યારે સ્મિથ 904 રેટિંગ સાથે બીજા સ્થાને છે. બોલ ટેમ્પરિંગ મામલે એક વર્ષનો પ્રતિબંધ સમાપ્ત થયા બાદ વાપસી કરતા શાનદરા પ્રદર્શન કર્યું છે.
જેના કારણે સ્મિથ હવે કોહલી માટે ખતરો બની ગયો છે. સ્મિથ એશિઝ સીરિઝ દરમિયાન કોહલી પાસેથી નંબર એક બેટ્સમેનનો તાજ છીનવી લે તેવી સંભાવના છે. સ્મિથ આઈસીસી રેન્કિંગમાં કોહલીથી માત્ર 6 પોઇન્ટ જ પાછળ છે. કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામેની સીરિઝમાં માત્ર 136 રન જ બનાવી શક્યો છે. પ્રથમ ટેસ્ટમાં તેણે 9 અને 51 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 76 રન બનાવ્યા છે.
સ્મિથે એશિઝની પ્રથમ ટેસ્ટમાં 144 અને 142 રન બનાવ્યા હતા. બીજી મેચમાં જોફ્રા આર્ચરની બોલિંગમાં ઘાયલ થયા બાદ તેણે 92 રનની ઈનિંગ રમી હતી અને બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો નહોતો. ત્રીજી ટેસ્ટમાં તેનો સમાવેશ નહોતો કરાયો. એશિઝની 2 મેચમાં તેણે 378 રન બનાવ્યા છે અને હજુ બે મેચ બાકી છે ત્યારે શાનદાર ઈનિંગ રમીને તે કોહલીને પછાડી શકે છે.
પાખંડી ઢબુડી માની મોડસ ઓપરેન્ડી આવી સામે, આ રીતે ચલાવતો હતો નેટવર્ક, જાણો વિગતે
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટરે કહ્યું, હવે હું કદાચ ટીમ ઈન્ડિયા માટે નહીં રમી શકું
આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને..........
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion