નવી દિલ્હીઃ આઈસીસીના હાલના ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો દબદબો યથાવત છે. કોહલી પ્રથમ સ્થાને તો ચેતેશ્વર પૂજારા ટાપ 5માં સામેલ થયો છે. કોહલી ઉપરાંત યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પોતાની કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર પહોંચ્યા છે.
2/4
બુમરાહ પોતાના કારકિર્દીની સર્વશ્રેષ્ઠ 33મું રેન્કિંગ પર પહોંચી ગયો છે. મોહમ્મદ શમી 23 અને ઈશાંત શર્મા 27મા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્ક બે નંબર ઉપર 16મા સ્થાને પહોંચી ગયા છે.
3/4
એડીલેડ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં સારું પ્રદર્શન કરનારા અંજિક્ય રહાણે પણ બેટ્સમેન રેન્કિંગમાં બે નંબર ઉપર 17મા સ્થાને પહોંચી ગયો. લોકેશ રાહુલ (26), મુરલી વિજય (45) અને રોહિત શર્મા (53) નીચે ગબડ્યા છે.
4/4
પૂજારાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એડીલેડ ટેસ્ટમાં 123 અને 71 રનની ઇનિંગ રમી જેના કારણે તે જો રૂટ અને વોર્નરને પાછળ છોડી ચોથા નંબરે પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડનનો કેપ્ટન કેન વિલિયમસન ઝડપથી કોહલીની પાસે પહોંચી રહ્યો છે.