શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ICC ટેસ્ટ રેન્કિંગઃ ન્યૂઝીલેન્ડ સામે વ્હાઇટવોશ છતાં ટીમ ઈન્ડિયા નંબર-1 પર યથાવત, કોહલીને થયું મોટું નુકસાન
ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં 54 રનની ઈનિંગ રમનારા ભારતના યુવા ઓપનર પૃથ્વી શૉ 17 સ્થાનના સુધારા સાથે 76માં સ્થાન પર પહોંચી ગયો છે.
દુબઈઃ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ભારતનો વ્હાઇટ વોશ થયો હોવા છતાં ભારતે ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. ટીમ ઈન્ડિયા 116 પોઇન્ટ સાથે નંબર વનના સ્થાન પર છે. 110 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડ બીજા અને 108 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે.
ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ચાર ઈનિંગમાં માત્ર 38 રન બનાવી શકનારા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેનોના ટેસ્ટ રેન્કિંગમાં બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા કોહલી 928 પોઇન્ટ સાથે નંબર વન પર હતો. પરંતુ પ્રવાસ પૂરો થતાં તેણે ન માત્ર નંબર-1નો તાજ ગુમાવ્યો પરંતુ 42 પોઈન્ટનું નુકસાન પણ થયું છે.
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ બાદ કોહલી 906 પોઇન્ટ સાથે બીજા સ્થાન પર આવી ગયો હતો, પરંતુ બીજી ટેસ્ટની સમાપ્તિ બાદ તેના ખાતામાં 886 પોઇન્ટ છે. બીજી ટેસ્ટ બાદ તેને 20 પોઈન્ટનું નુકસાન થયું છે. ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ 911 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર છે. તે કોહલીથી 25 પોઈન્ટ આગળ છે.
ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટમાં 54 રનની ઈનિંગ રમનારા ભારતના યુવા ઓપનર પૃથ્વી શૉ 17 સ્થાનના સુધારા સાથે 76માં સ્થાન પર પહોંચી ગયો છે. ચેતેશ્વર પુજારા સાતમા અને અજિંક્ય રહાણે નવમા ક્રમે છે.
કોરોના વાયરસને લઈ સરકારે લીધો મોટો ફેંસલો, પેરાસિટામોલ સહિત અનેક દવાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે Coronavirus: હૈદરાબાદ અને જયપુરમાં સામે આવ્યા મામલા, મોદીએ કહ્યું- ગભરાવાની નથી જરૂરVirat Kohli maintained his second spot, while Kane Williamson slipped one position in the @MRFWorldwide ICC Test Rankings for batsmen after the #NZvIND series. ➡️ https://t.co/prAx9uffmC pic.twitter.com/YJRok7JJWn
— ICC (@ICC) March 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion