શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસને લઈ સરકારે લીધો મોટો ફેંસલો, પેરાસિટામોલ સહિત અનેક દવાની નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ
ભારતે સાવચેતીના ભાગરૂપે પેરાસિટામોલ, ટિનિડાઝોલ, મેટ્રોનિડાઝો, વિટામિન B1, B6, B12, પ્રોઝેસ્ટેરોન જેવી દવાની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસે ચીન બાદ હવે ભારતમાં પણ કહેર દેખાવડવાનું શરૂ કરી દીધું છે. નોયડા એમો આગ્રામાં નવા મામલા સામે આવ્યા બાદ હવે ભારતે કોરોના વાયરસને લઈ સતર્ક બની ગયું છે. કેન્દ્ર સરકારે 25થી વધારે દવાઓ અને ફોર્મુલેશંસના એક્સપોર્ટ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મુકી દીધો છે. સરકારે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યુ છે.
DGFT એ બહાર પાડ્યું નોટિફિકેશન
ચીનમાં કોરોના વાયરસના મામલા સામે આવ્યા બાદ દવાઓમાં ઉપયોગમાં લેવાતા રો મટિરિયલની આયાતમાં ઘટાડો થયો છે. જેનાથી દવાનું પ્રોડક્શન અટકી ગયું છે. ભારતે સાવચેતીના ભાગરૂપે પેરાસિટામોલ, ટિનિડાઝોલ, મેટ્રોનિડાઝો, વિટામિન B1, B6, B12, પ્રોઝેસ્ટેરોન જેવી દવાની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. DGFT એ વર્તમાન એક્સપોર્ટ પોલિસીમાં બદલાવ માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે.
ભારત સરકારે પેરાસિટામોલ સહિત દવાઓ બનાવવા ઉપયોગમાં લેવાતી 26 ફોર્મૂલેશન તથા એક્ટિવ ફાર્માસ્યૂટિકલ્સ ઈંગ્રીડિએંટ્સ (એપીઆઈ)ના એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવવાનો ફેંસલો લીધો છે. ચીન સહિત અન્ય દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાના કારણે આ ફેંસલો લેવામાં આવ્યો છે. આ 26 એપીઆઈ, ફોર્મૂલેશનની નિકાસ પર પ્રતિબંધ પેરાસિટામોલ ટિનિડેજોલ મેટ્રોનાઈડેજોલ એસાયક્લોવિર વિટામિન બી1 વિટામિન બી6 વિટામિન બી6 વિટામિન બી12 પ્રોજેસ્ટેરોન ક્લોરેમફેનિકોલ ઈરિથ્રોમાઈસિન સોલ્ટ નિઓમાઈસિન ક્લિંડામાઈનિસ સોલ્ટ ઓર્નિડેજોલ ફોર્મૂલેશન મેડ ઓફ ક્લોરેમફેનિકોલ ફોર્મૂલેશન મેડ ઓફ ઈરિથ્રોમાઈસિન સોલ્ટ ફોર્મૂલેશન મેડ ઓફ ક્લિંડામાઈસિન સોલ્ટ ફોર્મૂલેશન મેડ ઓફ પ્રોજેસ્ટોરોન ફોર્મૂલેશન મેડ ઓફ વિટામિન બી1 ફોર્મૂલેશન મેડ ઓફ વિટામિન બી 12 ફોર્મૂલેશન મેડ ઓફ વિટામિન બી6 ફોર્મૂલેશન મેડ ઓફ નિઓમાઈનિસ ફોર્મૂલેશન મેડ ઓફ ઓર્નિડેજોલ ફોર્મૂલેશન મેડ ઓફ મેટ્રોનાઈડેજોલ ફોર્મૂલેશન મેડ ઓફ ટિનિડેજોલ ફોર્મૂલેશન મેડ ઓફ એસાયક્લોવિર ફોર્મૂલેશન મેડ ઓફ પેરાસિટામોલ જેનરિક દવાઓ બનાવતી વિશ્વની ટોચની 20 કંપનીઓમાં 8 કંપનીઓ ભારતની ફાર્માસ્યૂટિકલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (Pharmexcil)ના રિપોર્ટ પ્રમાણે 2018-19માં ભારતમાંથી દવાઓની કુલ એકસપોર્ટ 1900 કરોડ ડોલર (આશરે 1.35 લાખ કરોડ રૂપિયા) હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની માંગના આધારે ડીપીટી અને બીસીજી માટે આશરે 65 ટકા દવાઓ ભારતમાં બને છે. જેનરિક દવાઓ બનાવતી વિશ્વની ટોચની 20 કંપનીઓમાં આઠ કંપનીઓ ભારતની છે. કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે Coronavirus: હૈદરાબાદ અને જયપુરમાં સામે આવ્યા મામલા, મોદીએ કહ્યું- ગભરાવાની નથી જરૂર TikTok સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલોDirectorate General of Foreign Trade (DGFT) restricts export of 26 Active Pharmaceutical Ingredients (API) in its revised export policy.
— ANI (@ANI) March 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement