શોધખોળ કરો
Advertisement
Corona Virus: હૈદરાબાદ અને જયપુરમાં સામે આવ્યા મામલા, મોદીએ કહ્યું- ગભરાવાની નથી જરૂર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું, તેમણે કોરોના વાયરસને લઈ કરવામાં આવેલી તૈયારીની વ્યાપક સમીક્ષા કરી છે.
નવી દિલ્હીઃ ચીનના જીવલેણે કોરોના વાયરસ (કોવિડ-19)થી અનેક દેશો પ્રભાવિત છે. હવે ભારતમાં પણ ધીરેધીરે કોરોનાની અસર જોવા મળી રહી છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા. જે બાદ રાજધાની દિલ્હી, હૈદરાબાદ, જયપુરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે.
આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું, તેમણે કોરોના વાયરસને લઈ કરવામાં આવેલી તૈયારીની વ્યાપક સમીક્ષા કરી છે. અલગ-અલગ મંત્રાલય અને રાજ્ય સરકાર કામ કરી રહી છે. ભારતમાં આવતા લોકોના સ્ક્રીનિંગથી લઈ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ગભરાવાની જરૂર નથી. આપણે એક સાથે કામ કરવાની જરૂર છે. આત્મ સુરક્ષા સુનિશ્ચિત કરવા નાના અને મહત્વપૂર્ણ ઉપાય કરવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે, સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય ભારતે 24*7 હેલ્પલાઇન નંબર +91-11-23978046 પર કોલ કરી શકો છો. ઉપરાંત nocov2019@gmail.com પર ઇમેલ પણ કરી શકો છો. હાલ દેશભરમાં 21 એરપોર્ટ્સ, 12 મોટા પોર્ટ્સ અને 65 નાના પોર્ટ્સ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં એરપોર્ટ્સ પર 5,57,431 મુસાફરો અને તમામ નાના-મોટા પોર્ટ્સ પર 12,431 મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. TikTok સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલોPM Narendra Modi: Had an extensive review regarding preparedness on the COVID-19 Novel Coronavirus. Different ministries & states are working together, from screening people arriving in India to providing prompt medical attention. There is no need to panic. pic.twitter.com/JpULR9goNM
— ANI (@ANI) March 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement