શોધખોળ કરો
કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે
કોરોના વાયરસથી બચવા ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો.
![કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે Coronavirus: Know about best prevention to avoid corona virus, Do's And Don'ts કોરોના વાયરસના કહેરથી બચવું છે ? આ બાબતો રાખો ધ્યાનમાં, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/03220146/corona1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(ચીનના વુહાન શહેરની એક હોસ્પિટલની તસવીર)
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર હવે ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. કેરળમાં ત્રણ કેસ સામે આવ્યા હતા. જે બાદ દિલ્હી, હૈદરાબાદ, જયપુરમાં પણ કોરોના વાયરસના મામલા સામે આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કોરોના વાયરસના જે લક્ષ્ણ બતાવવામાં આવ્યા છે તે શરદી-ઉધરસને મળતા આવે છે.
શું છે કોરોના વાયરસ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 5 મામલા સામે આવ્યા છે. આ વાયરસ જાનવરોથી માણસોમાં ફેલાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગોનાઇઝેશન અનુસાર, આ વાયરસ સી-ફૂડ સાથે સંકળાયેલો છે અને તેની શરૂઆત ચીનના હુવેઈ પ્રાંતના વુહાન શહેરના એક સી-ફૂડ માર્કેટથી થઈ હોવાનું માનવામાં આવે છે. ડબલ્યૂએચઓના જણાવ્યા મુજબ, આ વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ સંજોગોમાં કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી વાયરસથી બચી શકાય છે.
કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં
1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું.
2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ.
3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો.
4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો.
5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ.
6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો.
7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.
Coronavirus: હૈદરાબાદ અને જયપુરમાં સામે આવ્યા મામલા, મોદીએ કહ્યું- ગભરાવાની નથી જરૂર
TikTok સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)