શોધખોળ કરો
સ્મિથને પાછળ રાખી વિરાટ કોહલી બન્યો ટેસ્ટ ક્રિકેટનો નંબર 1 બેટ્સમેન, તોડ્યો ગાવસ્કરનો રેકોર્ડ, જાણો વિગત
1/4

વિરાટ કોહલી ટેસ્ટ રેન્કિંગમાં સૌથી વધારે રેટિંગ પોઈન્ટ હાંસલ કરનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ભારતના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સુનીલ ગાવસ્કરે 1979માં 916 રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યા હતા. જેને અત્યાર સુધી કોઈ ભારતીય બેટ્સમેન તોડી શક્યું નહોતું.
2/4

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમ બર્મિંઘમ ટેસ્ટ ભલે 31 રને હારી ગઈ હોય પરંતુ મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કરેલા શાનદાર પ્રદર્શનના કારણે એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી લીધી છે. આઈસીસીના તાજા ટેસ્ટ રેન્કિંગમાં કોહલી વિશ્વનો નંબર એક બેટ્સમેન બની ગયો છે. 2011 બાદ પ્રથમ વખત ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય બેટ્સમેન ટોપ પર પહોંચ્યો છે. જાન્યુઆરી 2011માં તેંડુલકર સાઉથ આફ્રિકાના જેક કાલિસ સાથે સંયુક્ત રીતે ટોપ પર હતો.
Published at : 05 Aug 2018 02:49 PM (IST)
View More




















