આ ઉપરાંત શ્રીલંકન બેટ્સમેન કરુણારત્ને 754 પોઈન્ટ સાથે સાતમાં નંબરે અને ચંદીમલ 733 પોઈન્ટ સાથે આઠમાં નંબરે છે. સાઉથ આફ્રિકન બેટ્સમેન એલ્ગર 724 પોઈન્ટ સાથે નવમાં નંબરે અને માર્કરામ 703 પોઈન્ટ સાથે દશમાં નંબરે છે.
2/6
ન્યુઝિલેન્ડનો બેટ્સમેન વિલિયમસન 847 પોઈન્ટ સાથે ચોથા નંબરે છે. જ્યારે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન વોર્નર 820 પોઈન્ટ સાથે પાંચમાં નંબરે છે. જ્યારે ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારા 791 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે છે.
3/6
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કહોલી 934 પોઈન્ટ સાથે પહેલા નંબર છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન સ્મિથ 929 પોઈન્ટ સ્થાને છે. આ ઉપરાં ઈંગ્લેન્ડનો બેટ્સમેન જો રૂટ 865 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે છે.
4/6
સ્ટીવન સ્મિથ છેલ્લા 32 મહિનાથી નંબર વનના સ્થાને હતો. સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ હોવાથી અત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. સ્મિથ ડિસેમ્બર 2015છી નંબર વનના સ્થાને હતો. સ્મિથના અત્યારે 929 પોઈન્ટ છે અને કોહલીના 934 પોઈન્ટ થતાં સ્મિથ કરતાં પાંચ પોઈન્ટ વધુ થઈ ગયા છે.
5/6
વિરાટ કોહલી એજબેસ્ટન ટેસ્ટ મેચ પહેલાં 903 પોઈન્ટ સાથે બીજા નંબરે હતો પરંતુ તેણે આ મેચમાં 200 રન બનાવતાં 31 પોઈન્ટનો ફાયદો થતાં નંબર વનના સ્થાને રહેલા સ્ટીવન સ્મિથને પાછળ છોડી ટોચનું સ્થાન મેળવી લીધું હતું.
6/6
ઈંગલેંડ લામે બર્મિઘમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 31 રને પરાજય મળ્યો હતો પરંતુ આ મેચની પ્રથમ ઈનિંગમાં 149 રન અને બીજી ઈનિંગમાં 51 રન મળી કુલ 200 રન બનાવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલી કારકિર્દીમાં પ્રથમ વાર નંબર વન બેટ્સમેન બની ગયો છે.