નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વર્લ્ડ ટી-20 2018ની શરૂઆત 9 નવેમ્બરથી થશે. 25 નવેમ્બર સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટનું આયોજન હાલની ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝમાં થવા જઈ રહ્યું છે. ટૂર્નામેન્ટનો પ્રથમ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુયાનામાં 9 નવેમ્બરે એટલે કે શુક્રવારથી રમાશે. અહીં ભારત સહિત કુલ 10 દેશની મહિલા ટીમ ભાગ લઈ રહી છે, જેને બે ગ્રુપ (ગ્રુપ-એ અને ગ્રુપ-બી)માં વહેંચવામાં આવી છે.