શોધખોળ કરો
Advertisement
ભારત ન્યુઝીલેન્ડ મેચમાં પણ વરસાદ વિલન બનશે? જાણો હવામાના વિભાગે કરી છે શું આગાહી?
મંગળવારે બ્રિસ્ટોલમાં વરસાદ પડતાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલાં ભારે વરસાદ પડયો હતો.
લંડનઃ ભારે વરસાદના કારણે ક્રિકેટ વર્લ્ડ કપમાં મંગળવારે સતત બીજી મેચ રદ થઈ ત્યારે ભારત માટે પણ ખરાબ સમાચાર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ગુરુવારે ટ્રેન્ટબ્રિજમાં રમાનારા ક્રિકેટ વર્લ્ડ કપના મુકાબલામાં વરસાદનું જોખમ હોવાના અહેવાલ છે.
મંગળવારે બ્રિસ્ટોલમાં વરસાદ પડતાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલાં ભારે વરસાદ પડયો હતો. તેના કારણે ટોસ પણ શક્ય બન્યો નહોતો. બંને ટીમોને 1 1 પોઇન્ટ આપવામાં આવ્યા હતા. હવે આ જ સ્થિતી ગુરૂવારે રમાનારી ભારત ન્યુઝીલેન્ડ મેચમાં થઈ શકે છે.
હવામાન ખાતાની આગાહી અનુસાર, ટ્રેન્ટબ્રિજમાં ગુરુવારે બપોરે વરસાદની સંભાવના છે પણ ધોધમાર વરસાદ નહીં પડે. આ સ્થિતિમાં મેચ ઓછી ઓવરની રમાડવામાં આવી શકે છે. ઇંગ્લેન્ડમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ થઇ રહ્યો છે અને સ્થાનિક હવામાન ખાતાએ હજુ વરસાદ પડશે તેવી ચેતવણી જાહેર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement