શોધખોળ કરો
Advertisement
બુમરાહે ફટકાર્યો એવો જોરદાર શોટ કે ઓસ્ટ્રેલિયાનો ઓલરાઉન્ડર થઈ ગયો ઘાયલ, સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો
ટીમ ઈન્ડિયા હાલમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા-એ વિરુદ્ધ ત્રણ દિવસીય ડે નાઈટ પ્રેક્ટિસ મેચ રમી રહી છે.
સિડની: ટીમ ઈન્ડિયા હાલમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયા-એ વિરુદ્ધ ત્રણ દિવસીય ડે નાઈટ પ્રેક્ટિસ મેચ રમી રહી છે. ટેસ્ટ સીરિઝ શરૂ થાય તે પહેલા આ પ્રેક્ટિસ મેચ બન્ને ટીમો માટે ખૂબજ મહત્વપૂર્ણ છે. બન્ને ટીમો વચ્ચે 17 ડિસેમ્બરથી ચાર મેચોની ટેસ્ટ સીરિઝની શરુઆત થશે. ત્યારે પ્રેક્ટિસ મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના કેમરુન ગ્રીનને બોલિંગ દરમિયાન માથામાં બોલ વાગ્યો હતો, જેના બાદ કેમરુનને મેદાન છોડીને જવું પડ્યું હતું.
કેમરુન ગ્રીન શુભમન ગિલની મહત્વની વિકેટ લઈ ચૂક્યો હતો અને શાનદાર બોલિંગ કરી રહ્યો હતો. જ્યારે જસપ્રીત બુમરાહ બેટિંગ કરી રહ્યો હતો ત્યારે કેમરુનને બોલ વાગ્યો હતો. કેમરુન પોતાની સાતમી ઓવર નાંખી રહ્યો હતો અને બુમરાહે તે બોલને સ્ટ્રેડ ડ્રાઈવ માર્યો હતો. બુમરાહના જોરદાર શોટને રોકવામાં કેમરુન નિષ્ફળ રહ્યો હતો અને બોલ તેના માથામાં વાગ્યો હતો. બોલ વાગતા નોન પર સ્ટ્રાઈકર પર ઉભેલો મોહમ્મદ સિરાઝ તરત ગ્રીન પાસે દોડી ગયો હતો.
#mohammadsiraj ???????? Hope its not a big trouble to #CameronGreen #sportsmanship https://t.co/NyAcdSYjJL
— Veenith nukala (@iam_veenith) December 11, 2020 તેના બાદ ઓસ્ટ્રેલિયા-એ ની મેડિકલ ટીમ તેનું ચેક અપ કર્યું અને કેમરુન મેદાન છોડીને જતો રહ્યો. બુમરાહે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. તેણે 57 બોલમાં 55 રન બનાવ્યા હતા, તે દરમિયાન 6 ફોર અને 2 સિક્સ મારી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિંગમાં માત્ર 194 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમાં જસપ્રીત બુમરાહે 55 રન બનાવ્યા હતા.વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement