શોધખોળ કરો
Ind vs Aus: મેલબોર્નમાં જીતની સાથે ટીમ ઈન્ડિયાએ કયા-કયા રેકોર્ડ બનાવ્યા, જાણો વિગત
1/5

પંતે નરેન તમ્હાને અને સૈયદ કિરમાણીનો રેકોર્ડ તોડ્યો છે. આ બંન્નેના નામે કોઈપણ સિરીઝમાં સર્વાધિક 19-19 શિકાર નોંધાયેલા હતા. તમ્હાને પાકિસ્તાન વિરુદ્ધ 1954/55માં પાંચ મેચોની સિરીઝ જ્યારે કિરમાણીએ પણ પાકિસ્તાન વિરુદ્ધ 1979/80માં છ મેચોની સિરીઝ દરમિયાન આ સિદ્ધિ મેળવી હતી.
2/5

આ જીત સાથે કોહલીએ સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી જેના આગેવાનીમાં ભારતે વિદેશની ધરતી પર સૌથી વધુ 11 ટેસ્ટ જીતી હતી. ગાંગુલીની આગેવાનીમાં ભારતે કુલ 49 ટેસ્ટ રમી અને તેમાંથી ટીમે 21માં વિજય મેળવ્યો હતો. પંતે ચાર મેચોની સિરીઝના ત્રણ મેચોમાં 20 શિકાર કર્યાં છે જેથી તે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી સફળ ભારતીય વિકેટકીપર બની ગયો છે.
Published at : 30 Dec 2018 11:35 AM (IST)
View More





















