IND Vs ENG: માન્ચેસ્ટરમાં રમાનારી 5મી ટેસ્ટ રદ્દ, 2-2થી બરાબર થઇ સીરીઝ
ઇસીબીનુ કહેવુ છે કે, કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય ટીમના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવા માટે ઇનકાર કરી દીધો છે.
India Vs England 5th Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રદ્દ કરી દેવામા આવી છે. આની સાથે જ પાંચ મેચોની સીરીઝ 2-2 થી બરાબર થઇ ઇ છે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે મેચનો રદ્દ થવાની જાણકારી આપી છે. ઇસીબીનુ કહેવુ છે કે, કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય ટીમના ખેલાડીઓએ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમવા માટે ઇનકાર કરી દીધો છે.
ઇસીબીએ કહ્યું - ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડની સાથે ચાલી રહેલી વાતચીતના આધાર પર માન્ચેસ્ટરમાં રમાનારી ટેસ્ટ મેચને રદ્દ કરવામાં આવી રહી છે. ભારતીય ખેલાડી કોરોના વાયરસના ખતરાને કારણે ડરેલા હતા અને ઇન્ડિયાની પાસે મેચમાં ઉતરવા માટે પ્લેઇંગ ઇલેવન ન હતી, એટલા માટે મેચને રદ્દ કરવાનો ફેંસલો કરવામા આવ્યો છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે ફેન્સને મેચ રદ્દ થવા માટે માફી માંગી છે. બોર્ડે કહ્યું- અમે અમારા ક્રિકેટ ફેન્સ, ન્યૂઝ પાર્ટનર પાસે માફી માંગીએ છીએ. અમારા કારણે તમારા લોકો માટે અસુવિધાઓ પેદા થઇ. જલદી જ આ મામલામાં વધુ જાણકારી આપવામાં આવશે.
2-2થી બરાબર થઇ સીરીઝ -
ઓવલ ટેસ્ટને જીતીને ભારતે પાંચ ટેસ્ટે મેચોની સીરીઝમાં 2-1થી લીડ બનાવી લીધી હતી. જોકે ભારતીય ખેલાડીઓએ મેચમાં ઉતરવાનો ઇન્કાર કરી દીધો છે, એટલા માટે ઇંગ્લેન્ડને જ વિજેતા માની લેવામાં આવ્યુ છે. ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝને 2-2થી બરાબર માનવામાં આવશે. આની સાથે જ ભારતને 2007 બાદ ઇંગ્લેન્ડમાં પહેલીવાર ટેસ્ટ સીરીઝ જીતવાનુ સપનુ અધુરુ રહી ગયુ છે.
ગુરુવારે ટીમ ઇન્ડિયાના સહાયક ફિજીયોનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો હતો. આ પછી માન્ચેસ્ટર ટેસ્ટ પર સવાલીયો નિશાનો ઉઠ્યા હતા. તમામ ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મેચ રમાવવાની સંભાવના વધી ગઇ હતી. પરંતુ ભારતીય ખેલાડીઓએ મેચ પહેલા વધુ એક કોરોના ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી.
જોકે, ઇંગ્લેન્ડમાં બનેલો બાયૉ બબલ બ્રેક થઇ ગયો છે એટલા માટે ભારતીય ખેલાડીઓને આઇપીએલમાં જોડાતા પહેલા પણ ક્વૉરન્ટાઇન પીરિયડમાંથી પસાર થવુ પડી શકે છે. બીસીસીઆઇ તરફથી જલ્દી જ આ મામલા પર અપડેટ જાહેર કરવામાં આવી શકે છે.