શોધખોળ કરો
Advertisement
જો રૂટની બેવડી સદી બાદ એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફે પાંચ વર્ષ જૂનું ટ્વિટ શેર કરીને અમિતાભ બચ્ચનને કર્યા ટ્રોલ, જાણો શું છે મામલો
ભારત સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે રૂટ 218 રન બનાવીને આઉટ થયો હતો. તેની સાથે તે 98, 99, અને 100મી ટેસ્ટમાં સતત સદી નોંધાવનાર પહેલો ખેલાડી બની ગયો છે.
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે શાનદારા બેવડી સદી નોંધાવી. રુટની આ પાંચમી બેવડી સદી છે. રૂટ પોતાની 100મી ટેસ્ટ મેચમાં બેવડી સદી નોંધાવનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો છે. તેની વચ્ચે રૂટની શાનદાર બેટિંગને લઈ ઈંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર એન્ડ્રયૂ ફ્લિંટોફે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પાંચ વર્ષ જૂનું ટ્વિટ શેર કરીને તેમને ટ્રોલ કર્યા છે.
હકીકતમાં વર્ષ 2016માં ટી20 વર્લ્ડ કપ દરમિયાન પૂર્વ ક્રિકેટર ફ્લિંટોફ અને અમિતાભ બચ્ચન ટ્વિટર પર આમને સામને આવ્યા હતા. ફ્લિન્ટોફે 2016માં ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘આ રીતે વિરાટ કોહલી એક દિવસ જો રૂટની જેમ બનશે. મને નથી ખબર કે ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે કોણ ટકરાશે. ’
ફ્લિન્ટોફના આ ટ્વીટનો જવાબ આપતા અમિતાભ બચ્ચને લખ્યું હતું કે, “કોણ છે આ રૂટ ? રૂટને જડમાંથી ઉખાડી નાંખીશું... અમિતાભે પોતાના આ ટ્વિટમાં ફ્લિન્ટોફ, વિરાટ કોહલી અને જો રૂટને ટેગ પણ કર્યા હતા.”
હવે એકવાર ફરી ફ્લિન્ટોફે અમિતાભ બચ્ચનના તે ટ્વીટને શેર કરીને લખ્યું કે, “પૂરા સન્માન સાથે, તે ખૂબ સારી રીતે વૃદ્ધ થયું.” ફ્લિન્ટોફે તેની સાથે એક સ્માઈલી ઈમોજી પણ શેર કરી છે.
ભારત સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં રૂટ 218 રન બનાવીને આઉટ થયો હતો. તેની સાથે તે 98, 99, અને 100મી ટેસ્ટમાં સતત સદી નોંધાવનાર પહેલો ખેલાડી બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement