ભારતીય પૂર્વ ફાસ્ટ બૉલર ચેતન શર્માએ 1986 ના પ્રવાસ દરમિયાન લોર્ડ્સમાં પહેલી ટેસ્ટમી પહેલી ઇનિંગમાં 64 રન આપીને પાંચ વિકેટ ઝડપીને ભારતને જીતની નજીક પહોંચાડી દીધું હતું. ત્યારબાદ તેમને બર્મિઘમમં ત્રીજી ટેસ્ટ મેચમાં દસ વિકેટ ખેરવી હતી. ભારતે આ સીરીઝ 2-0થી જીતી લીધી હતી.
2/6
3/6
શર્માએ કહ્યું કે, ‘પરિસ્થિતિઓ પર ઘણુબધુ નિર્ભર કરે છે, પણ ત્યાંના રિપોર્ટ પ્રમાણે ત્યાં ફાસ્ટ બૉલર માટે વાતાવરણ સારુ છે. વરસાદ થઇ રહ્યો છે અને પીચ પર ભેજ રહેશે. હું હંમેશા કહું છે કે ઇંગ્લેન્ડમાં તમે જેટલો ઉપર બૉલ નાંખશો તેટલો બૉલ વધુ સ્વિંગ થશે. શોર્ટ પીચ બૉલ નાંખવાથી ત્યાં કંઇજ લાભ નહીં થાય.’
4/6
ભારત તરફથી 23 ટેસ્ટ મેચોમાં 61 વિકેટ લેનારા શર્માએ કહ્યું કે, 32 વર્ષ પહેલા ઉપર બૉલ નાંખવો, તેને મૂવ અને સ્વિંગ કરાવવાની રણનીતિ અપનાવી હતી, જેનાથી તેમને સફળતા મળી. તેમને કહ્યું કે, ઇશાંત શર્મા, ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીની ભારતીય ફાસ્ટ બૉલરોની ત્રિમૂર્તિને આ જ રણનીતિ અપનાવવી પડશે. જો જીત નક્કી થઇ શકશે.
5/6
6/6
નવી દિલ્હીઃ ભારતનો ઇંગ્લેન્ડ સામે 1986ની ટેસ્ટ સીરીઝમાં જીતનો હીરો રહેલો પૂર્વ ફાસ્ટ બૉલરે ટીમ ઇન્ડિયાને સલાહ આપી છે. 1લી ઓગસ્ટથી શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચોની સીરીઝ પહેલા તેમને ભારતીય ફાસ્ટ બૉલરોને શોર્ટ પિચ બૉલ નાંખવાની ના પાડી અને ‘ઉપર બૉલ નાંખવાનું’ (શોર્ટ ઓફ ગુડલેન્થ) કહ્યું છે.