શોધખોળ કરો
Advertisement
જ્યારે ધોનીએ તિરંગાને બચાવવા માટે બતાવી કમાલની સ્ફૂર્તિ, Video વાયરલ
નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હેમિલ્ટનમાં રમાયેલ નિર્ણયાક ટી-20 સીરીઝમાં ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના ટાર્ગેટથી દૂર રહી ગઈ અને મેચ 4 રનની હારી ગઈ. પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની 300મી ટી20 મેચને યાદગાર બનાવવામાં સફળ ન રહ્યા. ધોની માત્ર બે રન બનાવીને આઉટ થઈ ગયા, જોકે તેણે સોશિયલ મીડિયા પર એક વાયરલ થયેલ વીડિયો દ્વારા પોતાના ફેન્સનું દિલ જીતી લીધું છે.
ધોનીના એક પ્રશંસકે તિરંગો લઈને સુરક્ષા વ્યવસ્થાને તોડતા મેદાનમાં આવી ગયો. તે દોડીને ધોનીની પાસે આવ્યો અને તેને પગે લાગવા લાગ્યો. આ દરમિયાન તેના હાથમાં જે તિરંગો હતો તે જમીનને અડકી ગયો. ધોનીની જેવી આ તરફ ધ્યાન ગયું તેણે ઝડપથી તિરંગો ઉઠાવ્યો અને તેને પોતાના હાથમાં લઈ લીધો. ત્યારબાદ તે ફેન દોડીને મેદાનથી બહાર ચાલ્યો ગયો. આ ઘટના ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન બની. જુઓ Video.....
Fan gives flag to Dhoni...!! pic.twitter.com/yxlNzXcsZ4
— Videos Shots (@videos_shots) February 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement