ગપ્ટિલે કોની બોલિંગમાં સિક્સર ફટકાર્યા પછી કાઢ્યા ડોળા. બોલરે કઈ રીતે લીધો બદલો ? જાણો રસપ્રદ વિગત
દીપક ચાહર અને માર્ટિન ગપ્ટિલના વિવાદ વાળો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આના પર જબરદસ્ત રીતે કૉમેન્ટ પણ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચમાં ભારતની શાનદાર જીત થઇ છે. ભારતે આ મેચ છેલ્લી ઓવરમાં પાંચ વિકેટે જીતી લીધી છે. આ મેચમાં એક ઘટનાએ બધાનુ ધ્યાન ખેંચ્યુ છે. આ ઘટના દીપક ચાહરની ઓવરમાં માર્ટિન ગપ્ટિલ બેટિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બની હતી. બૉલિંગ દરમિયાન દીપક ચાહર અને કિવી બેટર માર્ટિન ગપ્ટિલ વચ્ચે ઈશારાઓમાં વિવાદ થયો હતો. કેમ કે માર્ટિન ગપ્ટિલે વિવાદાસ્પદ ઇશારા કર્યા હતા, અને આંખોના ડોળા બતાવ્યા હતા. આ વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ખરેખરમાં, આ ઘટના ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન 18મી ઓવરમાં ઘટી, આ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર ત્રણ વિકેટે 144 રન હતો, જોકે, માર્ટિન ગપ્ટિલને આઉટ કરવા માટે કેપ્ટન રોહિત શર્માએ દીપક ચાહરને બૉલિંગ સોંપી, પહેલા બોલ પર ગપ્ટિલે લોન્ગ ઓન પર 98 મીટરની સિક્સ ફટકારી હતી. આ સિક્સ ફટકાર્યા બાદ ગપ્ટિલે દીપક ચાહરને ડોળા બતાવ્યા હતા, જોકે, દીપકે કંઇપણ કર્યુ નહીં.
બાદમાં દીપક ચાહર ગપ્ટિલને બીજો બૉલ ફેંક્યો, ત્યારે આ બોલ પર ગપ્ટિલ લોફ્ટેડ શોટ મારવા જતાં ડીપ મિડવિકેટ પર કેચ આઉટ થઈ ગયો હતો. તેના આઉટ થયા પછી દીપક ચાહર પણ તેની સામે વળતો જવાબ આપતાં કટાક્ષ કરતી નજરે જોવા લાગ્યો હતો.
દીપક ચાહર અને માર્ટિન ગપ્ટિલના વિવાદ વાળો આ વીડિયો હાલ સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આના પર જબરદસ્ત રીતે કૉમેન્ટ પણ કરી રહ્યાં છે.
staring contest 👀👀 pic.twitter.com/Dlltol4FXu
— Maara (@QuickWristSpin) November 17, 2021