India vs Pakistan Hockey: ભારતે પાકિસ્તાનને 4-0થી હરાવ્યું, હરમનપ્રીતે કર્યા બે ગોલ
ભારત માટે ચોથો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો. તે મેચનો પ્રથમ ફિલ્ડ ગોલ હતો. અગાઉ ત્રણેય ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા થયા હતા.
India vs Pakistan Hockey: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં તેની છેલ્લી ગ્રુપ મેચમાં ભારતે પાકિસ્તાનને 4-0ના અંતરથી હરાવ્યું હતું. આ સાથે આ ટુર્નામેન્ટમાં ભારતનો અજેય સિલસિલો જારી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલમાં પોતાની પાંચેય મેચ જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ભારત પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા બનાવી ચૂક્યું હતું, જ્યારે પાકિસ્તાનની ટીમ આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
#Yuvraj has scored a third goal for india.
— Sourabh Bari Jhunjhunwala 𝕏 (@thesourabhbari) August 9, 2023
India gets five penalty corners & three corners converted into goals.
Score: 🇮🇳 3 - 0 🇵🇰
India clearly dominating the match.. #INDvPAK #INDvsPAK #HockeyIndia #AsianChampionsTrophy #AsianChampionsTrophyChennai pic.twitter.com/dWcIZ96VYc
આ મેચની વાત કરીએ તો ભારતીય ટીમે પ્રથમ હાફના લગભગ અંતમાં પહેલો ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 1-0થી આગળ રહી હતી.બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમ માટે કેપ્ટન હરમનપ્રીત સિંહે ગોલ કર્યો હતો. હરમનપ્રીત સિંહે 23મી મિનિટે આ ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 2-0થી આગળ રહી હતી. આ પછી ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત સિંહ ફરીવાર જોવા મળ્યો. હરમનપ્રીત સિંહે ફરી બોલ ગોલમાં નાખ્યો. હરમનપ્રીત સિંહના આ ગોલ બાદ ભારતીય ટીમ મેચમાં 3-0થી આગળ થઈ ગઈ હતી. ચોથા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ચોથો ગોલ કરીને પાકિસ્તાન પર 4-0ની સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે ચોથો ગોલ આકાશદીપ સિંહે કર્યો હતો. તે મેચનો પ્રથમ ફિલ્ડ ગોલ હતો. અગાઉ ત્રણેય ગોલ પેનલ્ટી કોર્નર દ્વારા થયા હતા.
#INDvPAK | India beat Pakistan 4-0 in the Asian Champions Trophy Hockey Tournament in Chennai.
— ANI (@ANI) August 9, 2023
ભારતીય ટીમના હરમનપ્રીત સિંહે 2 ગોલ કર્યા હતા
આ પછી ચોથા ક્વાર્ટરમાં ભારતે ફરી ગોલ કર્યો, પરંતુ રેફરીએ તેને અમાન્ય જાહેર કર્યો. પરંતુ થોડી જ મિનિટો બાદ આકાશદીપ સિંહે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. આ રીતે ભારતીય ટીમ મેચમાં 4-0થી આગળ રહી હતી. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહે 2 ગોલ કર્યા હતા.
આ પણ વાંચોઃ