IND vs SA : ત્રીજા દિવસે પીચનો મિજાજ બદલાયો, એકાએક કોણે કરવા લાગી મદદ, જાણો વિગતે
બીજા દિવસે ભારતીય ટીમની મેચ પર પકડ મજબૂત હતી, બીજા દિવસના અંત સુધી ભારતીયી ટીમે આફ્રિકા પર 70 રનની લીડ બનાવી લીધી હતી.
IND vs SA, 3rd Test : ભારત અને આફ્રિકા વચ્ચે ત્રીજા દિવસની રમતની શરૂઆત થતાં જ પીચનો મિજાજ બદલાઇ ગયો છે. પ્રથમ બે દિવસ બાદ ત્રીજા દિવસે પીચ એકાએક ફાસ્ટરોને મદદ કરવા લાગી છે. ઉલ્લેખનીય છે કે રમતની શરૂઆતમાં જ ભારતીય ટીમના બે સ્ટાર બેટ્સમેનો સાઉથ આફ્રિકાના ફાસ્ટ બૉલરો સામે નબળા પુરવાર સાબિત થવા લાગ્યા અને પુજાર-રહાણે પેવેલિયન જવા માટે મજબૂર બન્યા હતા.
બીજા દિવસે ભારતીય ટીમની મેચ પર પકડ મજબૂત હતી, બીજા દિવસના અંત સુધી ભારતીયી ટીમે આફ્રિકા પર 70 રનની લીડ બનાવી લીધી હતી. પરંતુ ત્રીજા દિવસે ચેતેશ્વર પુજારા 33 બૉલ બાદ 9 રન બનાવીને માર્કો જેનસેનના હાથ બૉલ પર પીટરસનને કેચ આપી બેઠો હતો. આ પછી તરત જ ક્રિઝ પર આવેલા રહાણેને પણ ફાસ્ટ બૉલરો સામે રમવામાં મુશ્કેલી પડી રહી હતી. રહાણે પણ 9 બૉલ રમીને માત્ર 1 રન બનાવી શક્યો હતો. રહાણે કગિસો રબાડાની બૉલિંગમાં સ્ટમ્પની પાછળ એલ્ગરના હાથમાં કેચ આપી બેઠો હતો. આમ ત્રીજા દિવસો પીચ બૉલરોને મદદરૂપ સાબિત થઇ રહી છે.
બુમરાહની પાંચ વિકેટ
જસપ્રીત બુમરાહે 23.3 બોલમાં 8 મેડન નાખી અને 42 રન આપી 5 વિકેટ ઝડપી હતી. બીજા દિવસની રમતમાં સાઉથ આફ્રિકાના ખેલાડી પીટરસને લડાયક ઈનિંગ રમી હતી પરંતુ જસપ્રીત બુમરાહની 5, શામીની 2, ઉમેશ યાદવની 2 અને શાર્દૂલ ઠાકુરની એક વિકેટની મદદથી ભારતે સાઉથ આફ્રિકાને ઓલઆઉટ કરી દીધું હતું.
બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ મેળવી 70 રનની લીડ
ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે બે વિકેટ ગુમાવી 57 રન બનાવી લીધા છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ 70 રનની લીડ મેળવી હતી. ચેતેશ્વર પૂજારા નવ અને કેપ્ટન કોહલી 14 રને રમતમાં છે. કગિસો રબાડાએ મયંક અગ્રવાલને 7 અને માર્કો જેન્સને લોકેશ રાહુલને 10 રને આઉટ કર્યા હતા.