IND vs SA, 3rd Test LIVE: ભારતીય ટીમનો સ્કૉર 200 રનની નજીક, પંતની લડાયક બેટિંગ
નવી દિલ્હી- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે.
LIVE
Background
નવી દિલ્હી- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો સીરીઝમાં 1-1થી બરાબરી પર છે. ત્રીજી ટેસ્ટ મેચ જીતને બન્ને ટીમો સીરીઝ પર કબજો જમાવવા પ્રયાસ કરશે.
પંતની લડાયક બેટિંગ
ભારતીય ટીમને સ્કૉર 200 રનની નજીક પહોંચી ગયો છે, ઋષભ પંતે બીજી ઇનિંગમાં લડાયક બેટિંગ કરતા 92 રન બનાવી લીધા છે. 61 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 8 વિકેટે 187 રન પર પહોંચ્યો છે.
ભારતના 100 રન પુરા
કેપ્ટન કોહલી અને ઋષભ પંતે ભારતની ઇનિંગને સ્થિરતા આપી છે, ભારતીય ટીમ 41 ઓવર બાદ 4 વિકેટ ગુમાવીને 120 રન પર પહોંચી ગયુ છે. વિરાટ કોહલી 28 રન અને ઋષભ પંત 41 રન બનાવીને રમતમાં છે.
ભારતને ઝટકો, પુજારા-રહાણે આઉટ
ત્રીજા દિવસની રમત શરૂ થતાંની સાથે જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પુજારા અને રહાણે આઉટ થઇ ગયા છે. પુજારા 9 રન અને રહાણે 1 રન બનાવીને પેવેલિયન ભેગા થયા છે.
ભારતને 70 રનની લીડ મળી
બીજા દિવસના અંતે ટીમ ઇન્ડિયાએ મેળવી 70 રનની લીડ
ભારતે સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસના અંતે બે વિકેટ ગુમાવી 57 રન બનાવી લીધા છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ 70 રનની લીડ મેળવી હતી. ચેતેશ્વર પૂજારા નવ અને કેપ્ટન કોહલી 14 રને રમતમાં છે. કગિસો રબાડાએ મયંક અગ્રવાલને 7 અને માર્કો જેન્સને લોકેશ રાહુલને 10 રને આઉટ કર્યા હતા.
માઇકલ વૉન બુમરાહ પર ફિદા
માઇકલ વૉને બુમરાહને ભારત માટે સૌથી પ્રભાવશાળી બૉલર માન્યો છે. તેને દક્ષિણ આફ્રિકાના તમામ બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા. માઇકલ વૉને ટ્વીટ કરતા લખ્યું- જસપ્રીત બુમરાહની શાનદાર બૉલિંગ. મને લાગે છે કે તે તમામ ફોર્મેટમાં હાલના સમયનો દુનિયાનો સર્વશ્રેષ્ઠ બૉલર છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ માઇકલ વૉને ભારતીય ટીમને વિદેશોમાં હાર પર મજાક ઉડાવીને ગાળો પણ આપી હતી. જોકે હવે વૉને હવે ફરી એકવાર ટીમ ઇન્ડિયા પર ફિદા થયો છે.
How good is @Jaspritbumrah93 !!! I reckon across all formats he is the best in the World at the moment .. #SAvIND
— Michael Vaughan (@MichaelVaughan) January 12, 2022