IND VS SL: આજની નિર્ણાયક મેચમાં આ બે ખેલાડીઓ કરી શકે છે ડેબ્યૂ, સાકરિયા-સૈની થશે બહાર, જાણો વિગતે
રિપોર્ટ છે કે એક્સ્ટ્રા ખેલાડી તરીકે શ્રીલંકા ગયેલા ખેલાડીઓને પણ ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. આ લિસ્ટમાં બે નામ સૌથી ઉપર છે, એક અર્શદીપ સિંહ અને આર સાઇ કિશોર.
નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રીજી અને નિર્ણયાક ફાઇનલ ટી20 રમાવવાની છે. ત્રણ મેચોની સીરીઝમાં બન્ને ટીમો 1-1થી બરાબરી પર છે. પ્રથમ ટી20 હાર્યા બાદ શ્રીલંકાએ વળતો પ્રહાર કરીને બીજી ટી20 મેચમાં જીત મેળવીને સીરીઝમાં બરાબરી કરી લીધી છે. કૃણાલ પંડ્યાની સાથે બીજા આઠ ખેલાડીઓને ટીમ મેનેજમેન્ટે આઇસૉલેશનમાં મોકલી દીધા છે, જેથી કેપ્ટન શિખર ધવન અને કૉર રાહુલ દ્રવિડને ભારતની પ્લેઇંગ ઇલેવન પસંદ કરવી વધુ અઘરી બની ગઇ છે. આ કારણોસર રિપોર્ટ છે કે એક્સ્ટ્રા ખેલાડી તરીકે શ્રીલંકા ગયેલા ખેલાડીઓને પણ ડેબ્યૂ કરવાનો મોકો મળી શકે છે. આ લિસ્ટમાં બે નામ સૌથી ઉપર છે, એક અર્શદીપ સિંહ અને આર સાઇ કિશોર. આ બન્ને ખેલાડીઓ હવે ડેબ્યૂ કરી શકે છે, ખાસ વાત છે કે આ બન્ને ખેલાડીઓ ટીમ સાથે જોડાઇ ગયા છે.
જો બીજી ટી20 પર નજાર નાંખીએ તો દ્રવિડનુ કહેવુ હતુ કે અમે અમારી પાસેના તમામ 11 ખેલાડીઓને મેદાનમાં ઉતારી દીધા હતા, જોકે આમાં ભારત માટે હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત છે કે, સ્ટાર બૉલર નવદીપ સૈનીને બીજી ટી20માં ફિલ્ડિંગ દરમિયાન ખભે ઇજા થતાં બહાર થવુ પડ્યુ હતુ, તો વળી બીજી બાજુ ચેતન સાકરિયા બૉલિંગમાં ધોવાયો હતો. આ બન્નેના ઓપ્શન તરીકે આજની મેચમાં અર્શદીપ સિંહ અને સાઇ કિશોરને ટીમમાં જગ્યા મળી શકે છે.
કોલંબોની પીચ સામાન્ય રીતે સ્પીનરોને મદદ કરી રહી છે, બન્ને ટી20માં સ્પીનરો પ્રભાવશાળી દેખાયા હતા, જો આ વાતને ધ્યાનમાં રાખવામાં આવે તો આજની મેચમાં ભારત પાસે વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, રાહુલ ચાહર ડાબોડી સ્પીનર આર. સાઇ કિશોરને (R. Sai Kishore) ચોથા સ્પીનર તરીકે મોકો મળી શકે છે. સાઇ કિશોરને ટીમમાં નવદીપ સૈનીની જગ્યાએ સ્થાન મળશે. સાઇ ચેન્નાઇ સુપરકિંગ્સની ટીમમાં સામેલ છે, અને હાલ નેટ બૉલર તરીકે શ્રીલંકા પ્રવાસમાં છે. સાઇ કિશોરની વાત કરીએ તો તેને 30 ટી20માં 33 વિકેટો ઝડપી છે, આ દરમિયાન તેનો ઇકૉનોમી રેટ ફક્ત 5.28 છે.
બીજીબાજુ વાત કરીએ તો સાકરિયા બીજી ટી20માં ટીમ ઇન્ડિયા માટે મોંઘો સાબિત થયો છે. સાકરિયાની જગ્યાએ આઇપીએલમાં પંજાબ કિંગ્સ તરફથી રમતા ફાસ્ટ બૉલર અર્શદીપ સિંહને મોકો મળી શકે છે. કહેવાય છે કે અર્શદીપ સિંહ ડેથ ઓવરનો સ્પેશ્યલિસ્ટ છે. અર્શદીપ આઇપીએલની 2020 અને 2021ની સિઝનમાં કમાલ કરી ચૂક્યા છે. ગઇ સિઝનમાં તેને 8 મેચોમાં 9 વિકેટ અને આ સિઝન સ્થગિત થઇ ત્યાં સુધી 6 મેચોમાં 7 વિકેટ લઇ ચૂક્યો છે. ખાસ વાત છે કે તેની સ્પીડ સાકરિયા કરતા વધુ છે, તેના યોર્કર પણ બેસ્ટ છે.
ત્રીજી ટી20 માટે ભારતીય ટીમની સંભવિત Playing-11.......
શિખર ધવન (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, દેવદત્ત પડિક્કલ, સંજૂ સેમસન, નીતિશ રાણા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, રાહુલ ચાહર, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, આર.સાઇ કિશોર.