હાર્દિક પંડ્યા શું પહેરીને મેદાન પર ઉતર્યો કે સોશિયલ મીડિયા પર થઈ ગયો ટ્રોલ ? લોકોએ કોની સાથે સરખામણી કરીને ઉડાવી મજાક ?
કેટલાક યૂઝર્સે પંડ્યાની સરખામણી ભૂતપૂર્વ ક્રિકેટર અશોક ડિંડા સાથે પણ કરી હતી ને કટાક્ષ કર્યો કે, હાર્દિક પંડ્યાને ડેનિસ લીલીનો વહેમ છે ને બોલિંગ સીસીની જેમ નાંખે છે પણ ઝૂડાય અશોક ડિંડાની જેમ છે.
મુંબઈઃ શ્રીલંકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ રવિવારે શ્રીલંકા સામેની પહેલી વન ડે મેચ 7 વિકેટે જીતી લીધી હતી. ભારતે સરળતાથી મેચ જીતી પણ આ મેચમાં હાર્દિક પંડ્યા ટ્રોલ થઈ ગયો. પંડ્યા હેડ બેન્ડ પહેરીને આવ્યો હતો. તેના કારણે લોકોએ તેના માથે બરાબરનાં માછલાં ધોઈને લખ્યું કે, તારે લાંબા વાળ છે નહીં પછી કેમ હેડ બેન્ડ પહેરીને ફરે છે ?
કેટલાક યૂઝર્સે પંડ્યાની સરખામણી ભૂતપૂર્વ ક્રિકેટર અશોક ડિંડા સાથે પણ કરી હતી ને કટાક્ષ કર્યો કે, હાર્દિક પંડ્યાને ડેનિસ લીલીનો વહેમ છે ને બોલિંગ સીસીની જેમ નાંખે છે પણ ઝૂડાય અશોક ડિંડાની જેમ છે. ડેનિસ લીલી ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલરોમાં એક છે.
હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની પહેલી વનડે મેચમાં લાંબા વાળ ના હોવા છતા હેડ બેન્ડ પહેરીને આવ્યો હતો. ક્રિકેટર્સ બોલિંગ દરમિયાન વાળ આંખ આડા ના આવે તેના માટે આવા બેન્ડનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ પંડ્યાના વાળ પણ ટૂંકા હોવાથી ટીકાનું નિશાન બની ગયો હતો. સોશિયલ મીડિયામાં યુઝર્સે તેને બરાબર ટ્રોલ ટ્રોલ કર્યો. યુઝર્સે તેની સરખામણી પૂર્વ ઈન્ડિયન બોલર અશોક ડિંડા સાથે કરી હતી. ડીંડા પણ હેડ બેન્ડ પહેરીને રમવા માટે આવતો હતો. અન્ય યૂઝર્સે કહ્યું- પંડ્યા બોલિંગ ડેનિસ લીલીની જેમ કરે છે, પરંતુ ડિંડાની જેમ ચોગ્ગા-છગ્ગા પણ ખાય છે.
પંડ્યાએ પહેલી વનડે મેચમાં 5 ઓવર નાખી હતી, જેમા એણે 33 રન આપી 1 વિકેટ પણ લીધી હતી. હાર્દિક પંડ્યા લોઅર બેક ઇન્જરી બાદ બોલિંગ કરવાથી બચતો રહેતો હતો. હાર્દિકે બોલિંગ ના કરવાનો નિર્ણય કર્યો ત્યારથી ટીમની પ્લેઇંગ-11માં તેને ઓછી તક મળતી હતી તેથી તેણે ટીમમાં સ્થાન મેળવવા ફરી બોલિંગ શરૂ કરી છે પણ પહેલી મેચમાં તેની બોલિંગ બહુ પ્રભાવશાળી નહોતી.
Ind Vs SL, 1 ODI: ધવનની કેપ્ટન ઈનિંગ, ભારતે શ્રીલંકાને 7 વિકેટથી કચડ્યું---
શ્રીલંકા અને ઈન્ડિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ આજે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ હતી. શ્રીલંકન ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટના નુકસાને 262 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતે 36.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 263 રન બનાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ત્રણ મેચની સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ 1-0ની લીડ લઈ લીધી છે.
પૃથ્વી શો, ઈશાન કિશનની તોફાની બેટિંગ
ટીમ ઈન્ડિયા તરફથી કેપ્ટન શિખર ધવને અણનમ 86 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ 31 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. પૃથ્વી શોએ 24 બોવલમા 43 રન, ઈશાન કિશને 42 બોલમાં 59 રન તથા મનીષ પાંડેએ 40 બોલમાં 26 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ધનંજય ડિ સિલ્વાએ 2 તથા સંદાકને 1 વિકેટ લીધી હતી.
ટીમ ઈન્ડિયાઃ શિખર ધવન (કેપ્ટન), પૃથ્વી શૉ, સૂર્યકુમાર યાદવ, મનીષ પાંડે, ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
શ્રીલંકાની ટીમઃ દસુન શનાકા (કેપ્ટન), અવિષ્કા ફર્નાંડો, મિનોદ ભાનુકા (વિકેટકીપર), ભાનુકા રાજપક્ષા, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસાલંકા, વાનિંદુ હસારંગા, ચામિકા કરુણારત્ને, ઇસરુ ઉદાના, દુષ્મંથા ચમીરા, લક્ષણ સંદાકન.