શોધખોળ કરો
ઘાયલ થઈને ટીમમાંથી બહાર થયો આ ખેલાડી, શિખર ધવનની થઈ એન્ટ્રી, જાણો વિગતે
વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારો ઓલરાઉન્ડર વિજય શંકર કરિયરની શરૂઆતમાં જ ઈજાથી પરેશાન થઈ ગયો છે. પહેલા વિશ્વકપમાં બહાર થયા બાદ હવે ફરીથી ઈજા તેના માટે મુશ્કેલી બની છે. જેના કારણે તેને દક્ષિણ આફ્રિકા-એ સામેની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારો ઓલરાઉન્ડર વિજય શંકર કરિયરની શરૂઆતમાં જ ઈજાથી પરેશાન થઈ ગયો છે. પહેલા વિશ્વકપમાં બહાર થયા બાદ હવે ફરીથી ઈજા તેના માટે મુશ્કેલી બની છે. જેના કારણે તેને દક્ષિણ આફ્રિકા-એ સામેની શ્રેણીમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને ટીમ ઈન્ડિયાના અનુભવી બેટ્સમેન શિખર ધવનને ભારત-એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી પાંચ મેચની સીરિઝમાં અંતિમ બે મેચ માટે ઈન્ડિયા-એમાં સામેલ કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપવામાં આવી છે. હાલ ઈન્ડિયા-એ 1-0થી આગળ છે.
બીસીસીઆઈએ નિવેદનમાં જણાવ્યું કે, ઓલરાઉન્ડર વિજય શંકર અંગૂઠામાં ઈજાના કારણ સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને સીનિયર બેટ્સમેન શિખર ધવનને દક્ષિણ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ચોથી અને પાંચમી વન ડે માટે ઈન્ડિયા-એ ટીમમાં સામેલ કરવામાં આવી છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાનું વિવાદાસ્પદ નિવેદન, વેશ્યાઓ સાથે કરી ભાજપની તુલના, જાણો વિગત
ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટરે કહ્યું, હવે હું કદાચ ટીમ ઈન્ડિયા માટે નહીં રમી શકું
આ સ્ટાર એકટ્રેસે પાર્ટીમાં સાથી કલાકારનું ઉતારી નાંખ્યું પેન્ટ ને..........


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
