1st ODI: ઢાકામાં રનોનો વરસાદ થશે કે પછી બેટ્સમેનોને કરવો પડશે સંઘર્ષ, જાણો શું છે પીચનો મિજાજ
શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકુળ રહી છે, જોકે, સ્પિનને થોડીક મદદ મળે છે. પીચ થોડી સ્લૉ રહેશે અને તરતજ શૉટ રમવો આસાન નહીં રહે.
IND VS BAN 1st ODI: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે ત્રણ વનડે મેચોની સીરીઝમાં આજે પ્રથમ મેચ રમાઇ રહી છે. આ મેચ બાંગ્લાદેશના મીરપુર ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મેચ બપોરે 11.30થી શરૂ થશે, પરંતુ મેચ પહેલા જાણી લેવુ જોઇએ કે રવિવારે ઢાકા (મીરપુર)ના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં (Sher-e-Bangla National Cricket Stadium) રનોનો વરસાદ થશે કે પછી બેટ્સમેનોને સંઘર્ષ કરવો પડશે. જાણો શું કહે છે પીચ રિપોર્ટ,....
શું છે પીચનો મિજાજ -
શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરનારી ટીમ એવેરેજ 226 રન બનાવે છે. અહીં ભારતનો સર્વોચ્ચ સ્કૉર 370-4 છે. જાણકારોનુ કહેવુ છે કે, આજની મેચમાં પહેલા બેટિંગ કરનારી ટીમ લગભગ 280-300 રનોનો લક્ષ્ય આપી શકે છે. આ મેદાનમાં 113 થી 59 વાર લક્ષ્યનો પીછો કરનારી ટીમ જીતી છે. ટૉસ જીતનારી ટીમ પછી બેટિંગ કરવાનું પસંદ કરશે.
ખાસ વાત છે કે શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેનો માટે અનુકુળ રહી છે, જોકે, સ્પિનને થોડીક મદદ મળે છે. પીચ થોડી સ્લૉ રહેશે અને તરતજ શૉટ રમવો આસાન નહીં રહે. મીરપુરમાં હવામાન પણ સાફ રહેવાની સંભાવના છે.
ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમની પીચ બેટિંગ માટે ખુબ સારી છે. જોકે મેચ દરમિયાન ભેજ મોટી ભૂમિકા ભજવી શકે છે. આવામાં ટૉસની ભૂમિકા મેચમાં ખુબ મહત્વપૂર્ણ થઇ જશે. આ મેદાન પર કોઇપણ ટીમ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા માંગશે. આવામાં જોવાનુ એ છે કે ટૉસ કોની તરફ જાય છે.
ભારતની સંભવિત પ્લેઇંગ-11 -
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર અને મોહમ્મદ સિરાજ.
Just 1️⃣ sleep away from the #BANvIND ODI series opener ⏳#TeamIndia pic.twitter.com/HKmyUgtqh1
— BCCI (@BCCI) December 3, 2022
બાંગ્લાદેશની ટીમમાં તમીમની ખોટ વર્તાશે.
સિરીઝ પહેલા બાંગ્લાદેશની ટીમને પણ મોટો ઝટકો લાગ્યો છે. માત્ર તેમનો કેપ્ટન તમીમ ઈકબાલ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે તસ્કીન અહેમદને ઈજાના કારણે પ્રથમ મેચમાંથી પડતો મુકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તમીમની ગેરહાજરીમાં શાકિબ અલ હસન નંબર-3 પર બેટિંગ કરવા આવી શકે છે.