(Source: ECI/ABP News/ABP Majha)
Asian Games 2023: ભારતે બેડમિન્ટનમાં ગોલ્ડ જીતીને રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં કોરિયાને હરાવ્યું
સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ બીજા સેટમાં પણ ક્રોસ કોર્ટ પર શાનદાર રમત રમી હતી. કોરિયન જોડીએ કમબેક કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો અને નેટ્સ પર પોઈન્ટ પણ મેળવ્યા. પરંતુ ભારતીય જોડીએ તેમનો સંયમ ગુમાવ્યો ન હતો અને તેમની આક્રમક રમત ચાલુ રાખી હતી
Asian Games 2023:એશિયન ગેમ્સ 2023માં ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાના સાત્વિક અને ચિરાગે બેડમિન્ટન મેન્સ ડબલ્સની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય જોડીએ કોરિયાને 2-0થી હરાવ્યું છે.. એશિયન ગેમ્સની કોઈપણ બેડમિન્ટન ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હોય તેવો આ પ્રથમ ઇવેન્ટ છે.
એશિયન ગેમ્સમાં ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે. ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડીની ભારતીય જોડીએ બેડમિન્ટન મેન્સ ડબલ્સની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતીય જોડીએ કિમ વોંગ અને ચોઈ સોલની કોરિયન જોડીને સીધા સેટમાં 21-18 અને 21-16થી પરાજય આપ્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં બેડમિન્ટનમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. આ પહેલા ભારતે બેડમિન્ટનમાં સિંગલ્સ, ડબલ્સ, વ્યક્તિગત કે ટીમ ઈવેન્ટ્સમાં ક્યારેય ગોલ્ડ મેડલ જીત્યો ન હતો. એટલે કે આ ગોલ્ડ મેડલ ખાસ છે.
ભારતીય જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ જીતવા માટે સખત મહેનત કરવી પડી હતી. પ્રથમ ગેમમાં એક સમયે સાત્વિક-ચિરાગ કોરિયન જોડીથી પાછળ હતા પરંતુ બંનેએ જોરદાર વાપસી કરીને સ્કોર 13-13ની બરાબરી કરી દીધો હતો. આ પછી ભારતીય જોડીએ પાછળ વળીને જોયું નથી અને પહેલી ગેમ 21-18થી જીતી લીધી હતી.
સાત્વિક-ચિરાગની ભારતીય જોડીએ બીજા સેટમાં પણ ક્રોસ કોર્ટ પર શાનદાર રમત રમી હતી. કોરિયન જોડીએ કમબેક કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો અને નેટ્સ પર પોઈન્ટ પણ મેળવ્યા. પરંતુ ભારતીય જોડીએ તેમનો સંયમ ગુમાવ્યો ન હતો અને તેમની આક્રમક રમત ચાલુ રાખી, બીજી ગેમ 21-16થી જીતી અને મેચ તેમજ ગોલ્ડ મેડલ જીત્યો.
તમને જણાવી દઈએ કે સાત્વિક-ચિરાગની જોડીએ અગાઉની બંને મેચોમાં કોરિયન જોડી ચોઈ સોલ-કિમ વોંગને હરાવ્યા હતા. આ વર્ષે મલેશિયા ઓપનમાં ભારતીય જોડીએ કોરિયન જોડીને 21-16 અને 21-13થી પરાજય આપ્યો હતો અને તે પહેલા ફ્રેન્ચ ઓપન 2022માં પણ સેમિફાઇનલમાં 21થી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.