શોધખોળ કરો

IND vs WI: વેસ્ટઇન્ડિઝ સામે ભારતની શાનદાર જીત, અશ્વિનની સામે વેસ્ટઇન્ડિઝ પસ્ત, લીધી 12 વિકેટ

IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈતિહાસમાં 23મી જીત હાંસલ કરી છે. છે. તેણે આ મેચ એક ઇનિંગ્સ અને 141 રનથી જીતી લીધી હતી

IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈતિહાસમાં 23મી જીત હાંસલ કરી છે. છે. તેણે ઓસ્ટ્રેલિયા (32) અને ઈંગ્લેન્ડ (31) સામે જ વધુ ટેસ્ટ જીતી છે. તેણે ન્યુઝીલેન્ડ અને શ્રીલંકાને 22-22 મેચમાં હરાવ્યું છે.

વેસ્ટઈન્ડિઝ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે શાનદાર જીત મેળવી છે.  તેણે આ મેચ એક ઇનિંગ્સ અને 141 રનથી જીતી લીધી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25માં સારી શરૂઆત કરી છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈતિહાસમાં 23મી જીત હાંસલ કરી છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે  (32) અને ઈંગ્લેન્ડ સામેની  (31)થી વધુ ટેસ્ટ જીતી છે. તો  ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકાને   22-22 મેચમાં હરાવી છે.

મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે પ્રથમ દાવમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં પાંચ વિકેટે 429 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 271 રનની લીડ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમ બીજા દાવમાં 130 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી લીધી હતી. આ જીત સાથે રોહિત શર્માની ટીમ સિરીઝમાં 1-0થી આગળ થઈ ગઈ છે. બંને ટીમો વચ્ચે શ્રેણીની બીજી મેચ 20 જુલાઈથી ત્રિનિદાદમાં રમાશે. ભારતની એશિયા બહાર ઇનિંગ્સના માર્જિનથી સૌથી મોટી જીત છે.

યશસ્વી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો

ભારત તરફથી મેચમાં યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ સદીની ઇનિંગ્સ રમી હતી. વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ટીમ ઈન્ડિયાને માત્ર એક જ દાવમાં બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. બોલિંગમાં ટીમ ઈન્ડિયા માટે રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ દાવમાં પાંચ અને બીજી ઈનિંગમાં સાત વિકેટ ઝડપી હતી. યશસ્વીને પ્રથમ દાવમાં 171 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અશ્વિને ઘણી સિદ્ધિઓ હાંસલ કરી હતી

અશ્વિને આ મેચમાં કુલ 12 વિકેટ લીધી હતી. તેણે ભારત માટે આઠમી વખત એક મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી છે. આ કિસ્સામાં અશ્વિને અનિલ કુંબલે (આઠ)ની બરાબરી કરી હતી. હરભજન સિંહે પાંચ વખત મેચમાં 10 કે તેથી વધુ વિકેટ લીધી હતી. આ સિવાય અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ સામે છઠ્ઠી વખત ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટમાં આવું કરનાર તે બીજો બોલર બન્યો છે. તેણે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર માલ્કમ માર્શલને પાછળ છોડી દીધો. હરભજન સિંહે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ટેસ્ટમાં પાંચ વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી.

બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનો રન કરી શક્યા ન હતા

બીજી ઈનિંગમાં વેસ્ટ ઈન્ડિઝનો કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો નહોતો. તેના તરફથી એલીક નાથાનેગે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા. જેસન હોલ્ડરે અણનમ 20 રન બનાવ્યા હતા. જોમેલ વોરિકન 18, અલ્ઝારી જોસેફે 13 અને જોશુઆ ડી સિલ્વા 13 રન બનાવીને આઉટ થયા હતા. રેમન રેફરે 11 રન બનાવ્યા હતા. ક્રેગ બ્રેથવેટ અને તેજનારીન ચંદ્રપોલ સાત-સાત રન બનાવીને આઉટ થયા હતા. જર્માઈન બ્લેકવુડ પાંચ અને રહકીમ કોર્નવોલ માત્ર ચાર રન બનાવી શક્યા હતા. કેમાર રોચ પોતાનું ખાતું ખોલાવી શક્યો ન હતો. ભારત તરફથી અશ્વિન સિવાય રવિન્દ્ર જાડેજાએ બે વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજને સફળતા મળી.

યશસ્વી ઉપરાંત રોહિત અને કોહલીએ સારી બેટિંગ કરી હતી

આ પહેલા પ્રથમ દાવમાં ભારત તરફથી યશસ્વી જયસ્વાલ, કેપ્ટન રોહિત શર્મા અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ્સ રમી હતી. યશસ્વીએ 171 રન બનાવ્યા હતા. આ તેની ડેબ્યૂ ટેસ્ટ હતી. આ સાથે જ કેપ્ટન રોહિતે 104 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી સદી ફટકારી શક્યો ન હતો અને 76 રન બનાવીને આઉટ થયો હતો. રવિન્દ્ર જાડેજા 37 અને ઈશાન કિશન એક રન બનાવીને અણનમ રહ્યા હતા. શુભમન ગીલે છ અને અજિંક્ય રહાણેએ ત્રણ રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેમાર રોચ, અલઝારી જોસેફ, રહકીમ કોર્નવોલ, જોમેલ વોરિકન અને એલિક એથાનેગે એક-એક વિકેટ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot BJP : રાજકોટમાં ભાજપ નેતા પર કોણે અને કેમ કર્યો હુમલો ? જુઓ અહેવાલRajkot Deputy Mayor : રાજકોટના ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર જીવલેણ હુમલો, જુઓ અહેવાલKhambhat Protest : ખંભાતમાં ધાર્મિક ગ્રંથના અપમાનને લઈ મુસ્લિમોમાં ભારે રોષ, પોલીસ સ્ટેશનનો ઘેરાવPatan Medical Collage Ragging Case : ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીનું મોત, 15 વિદ્યાર્થી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
Patan: ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના મોત મામલે મોટી કાર્યવાહી, એન્ટી રેગિંગ કમિટીએ 15 વિદ્યાર્થીઓને કર્યા સસ્પેન્ડ
રાજકોટના ડેપ્યુટી મેયર  અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
રાજકોટના ડેપ્યુટી મેયર અને તેના ભાઇ પર ચાકૂથી હુમલો, બંને સારવાર હેઠળ
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
IPL 2025 Mega Auction: અત્યાર સુધી કઇ સીઝનમાં ખેલાડીઓ પર વરસ્યા સૌથી વધુ રૂપિયા? જાણો તમામ જાણકારી
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Gold Price: સાત દિવસમાં 3710 રૂપિયા સસ્તુ થયું સોનું, હવે ફક્ત આટલા રૂપિયામાં ખરીદી શકશો 10 ગ્રામ
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Suryakumar Yadav: સૂર્યકુમાર યાદવને ન મળ્યું ટીમમાં સ્થાન, પૃથ્વી શૉની વાપસી, આ ટીમની જાહેરાત
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Unlucky Moles on Body: સાવધાન આ 6 અંગમાં તલ, નોતરે છે દુર્ભાગ્ય,નથી માનતો શુભ
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
Geyser Safety Tips: ઠંડીમાં ગીઝરનો ઉપયોગ કરતા અગાઉ આ બાબતોનું રાખો ધ્યાન, નહી થાય કોઇ દુર્ઘટના
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
પત્નીને નોકરી છોડવા માટે મજબૂર કરી શકે પતિ? હાઇકોર્ટે શું આપ્યો ચુકાદો
Embed widget