શોધખોળ કરો
ન્યૂઝિલેન્ડ સામેની શ્રેણીની અંતિમ બે વન-ડેની ટીમમાં કોઇ ફેરફાર નહીં, રૈના બહાર

નવી દિલ્લી: ભારત અને ન્યૂઝીલેંડ વચ્ચે પાંચ મેચની સીરીઝમાં બાકી રહેલા બે મેચ માટે ટીમ ઈંડિયાની જાહેરાત કરવામાં આવી છે. વનડે મેચની સીરીઝમા 2-1થી બઢત મેળવનાર ટીમને આગળના બે મેચ માટે ઉતારવામાં આવશે.
લાંબા સમય બાદ ટીમ ઈંડિયામાં વાપસી કરનારા સુરેશ રૈના બિમારીને કારણે સીરીઝમાં એક પણ મેચ નથી રમી શક્યો અને બાકી રહેલા બે મેચમાં પણ તેણે બહાર કરવામા આવ્યો છે. ન્યૂઝીલેંડની સામે બાકિ રહેલા બે મેચ 26 અને 29 નવેમ્બરના રાંચી અને વિશાખાપટ્ટનમમાં રમાનારા છે. સીરીઝમાં ભારતે પ્રથમ અને ત્રીજી મેચમાં જીત મેળવી સીરીઝમાં 2-1થી આગળ છે.
વધુ વાંચો




















