શોધખોળ કરો
Advertisement
IND vs SA: ટીમમાં ન હોવા છતાં રિષભ પંતે કર્યું વિકેટકિપિંગ, જાણો કેમ
ભારતીય ટીમે નિવેદન બહાર પાડીને કહ્યું, સાહાની જમણા હાથની આંગળી પર ઈજા થઈ છે. તેની સારવાર શરૂ છે. હાલ તે પહેલા કરતા વધારે સારું અનુભવી રહ્યો છે. તેની ઈજા અંગે આવતીકાલે સવારે જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
રાંચીઃ ભારતનો ટેસ્ટ ટીમનો વિકેટકિપર રિદ્ધિમાન સાહા ત્રીજી મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. જેના કારણે ત્રીજા દિવસના અંતિમ કલાકમાં રિષભ પંતે વિકેટકિપરની જવાબદારી સંભાળી હતી. પુણે ટેસ્ટમાં શાનદાર વિકેટકિપિંગના કારણે તમામનું ધ્યાન ખેંચનારા 35 વર્ષીય સાહાની આંગળીમાં ઈજા પહોંચી છે. સાહાને સાઉથ આફ્રિકાની બીજી ઈનિંગની 27મી ઓવરમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના બોલ પર ઈજા થઈ હતી. રિષભ પંત ત્રીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં ન હોવા છતાં તેણે વિકેટકિપિંગની જવાબદારી સંભાળી હતી.
ભારતીય ટીમે નિવેદન બહાર પાડીને કહ્યું, સાહાની જમણા હાથની આંગળી પર ઈજા થઈ છે. તેની સારવાર શરૂ છે. હાલ તે પહેલા કરતા વધારે સારું અનુભવી રહ્યો છે. તેની ઈજા અંગે આવતીકાલે સવારે જ કોઈ નિર્ણય લેવામાં આવશે.
બંગાળના આ વિકેટકિપરનો ઈજા સાથે જૂનો સંબંધ છે. ખભાની ઈજા અને બાદમાં ઓપરેશનના કારણે આશરે 20 મહિના સુધી તે આંતરરાષ્ટ્રીય ટીમથી બહાર રહ્યો હતો. અશ્વિન દ્વારા ફેંકવામાં આવેલા બોલ પર જોર્જ લિંડે કટ મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ચૂકી ગયો હતો. આ દરમિયાન સાહાએ બોલને પકડવાની કોશિશ કરી પરંતુ આંગળી પર બોલ વાગ્યો હતો. જેના કારણે ફિઝિયો નીતિન પટેલ સાથે તેણે પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. બાદમાં પંતે વિકેટકિપિંગની જવાબદારી સંભાળી હતી. આઈસીસીના નવા નિયમ મુજબ, જો કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થાય તો તેના સ્થાને અન્ય ખેલાડી મેદાનમાં ઉતરી શકે છે. હરિયાણામાં કોને મળશે કેટલી સીટ ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલ વિવિધ Exit Poll પ્રમાણે મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠક મળશે, કોની બનશે સરકાર, જાણો વિગત ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ મુંબઈમાં વોટિંગ માટે ફિલ્મી સિતારાઓ ઉમટી પડ્યા, જુઓ તસવીરોUPDATE - Wriddhiman Saha has been replaced by Rishabh Pant who has taken a blow right on the end of the gloves.#INDvSA
— BCCI (@BCCI) October 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement