શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં કોહલીને કેમ આરામ ન અપાયો ? કારણ જાણીને ચોંકી જશો
વર્લ્ડકપ પૂરો થયા બાદ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે આરામ આપવામાં આવે તેવી ચર્ચા હતી, પરંતુ ટીમની જાહેરાત થઈ ત્યારે ત્રણેય ફોર્મેટમાં તે રમશે તેવું સ્પષ્ટ થયું હતું.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા વિન્ડિઝ પ્રવાસે પહોંચી ગઈ છે. આ પહેલા સોમવારે સાંજે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રવાસમાં વન ડે અને ટી 20 શ્રેણીમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે. વર્લ્ડકપ પૂરો થયા બાદ કોહલીને વેસ્ટ ઈન્ડિઝ શ્રેણી માટે આરામ આપવામાં આવે તેવી ચર્ચા હતી, પરંતુ ટીમની જાહેરાત થઈ ત્યારે ત્રણેય ફોર્મેટમાં તે રમશે તેવું સ્પષ્ટ થયું હતું.
આ અંગે કોહલીએ કહ્યું, “અમારો આરામનો સમયગાળો રેકોર્ડ પર હોય છે. આ બધું બોર્ડને ઇ-મેઇલ કરવામાં આવે છે. તેથી મને ખબર નથી કે તેમણે શું અહેવાલ બનાવ્યો છે. જ્યાં સુધી ટ્રેનર અથવા ફિઝિયો મને આરામ કરવાનું કહેશે નહીં ત્યાં સુધી મારા મગજમાં સતત રમવા અંગે જ ચાલતું હોય છે. મને ખબર નથી કે પસંદગીકારો સાથે શું કોમ્યુનિકેશન થયું હતું, કારણ કે બાકીના કિસ્સામાં મને કંઇ વાત કરવામાં આવી નથી. આ ઉપરાંત કોઈએ આ અંગે મારી સાથે કોમ્યુનિકેશન પણ કર્યું નહોતું.
આઇસીસી વર્લ્ડકપની સેમિફાઇનલમાં ભારતની હાર પર થયેલી ટીકા બાદ જ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોમવારે કહ્યું કે, તે ઇચ્છે છે કે રવિ શાસ્ત્રી ટીમના કોચ રહે. ટીમના કોચિંગ સ્ટાફનો કરાર વર્લ્ડકપ બાદ ખત્મ થઇ ગયો હતો પરંતુ તેને 45 દિવસ સુધી વધારવામાં આવ્યો છે જે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ બાદ ખત્મ થઇ જશે. કોહલીએ કહ્યું કે, જો રવિ ભાઇ કોચ બની રહેશે તો તેને ખુશી થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement