શોધખોળ કરો
એશિયા કપ : ભારતે પાકિસ્તાનને 9 વિકેટથી આપી હાર, રોહિત શર્મા અને શિખર ધવનની સદી
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23110611/team-india1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![દુબઈઃ પાકિસ્તાને જીતવા આપેલા 238 રનના લક્ષ્યાંકને ભારતે 39.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન 100 બોલમાં 114 રન બનાવી રન આઉટ થયો હતો. રોહિત શર્મા 111 અને અંબાતી રાયડૂ 12 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. સદી ફટકરાવાની સાથે રોહિતે વનડેમાં 7000 રન પણ પૂરા કરી લીધા છે. વનડેમાં ધવને 15મી અને રોહિતે 19મી સદી મારી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23110611/rohit-shikhar.jpg?impolicy=abp_cdn&imwidth=720)
દુબઈઃ પાકિસ્તાને જીતવા આપેલા 238 રનના લક્ષ્યાંકને ભારતે 39.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. રોહિત શર્મા અને શિખર ધવને પ્રથમ વિકેટ માટે 210 રનની ભાગીદારી કરી હતી. શિખર ધવન 100 બોલમાં 114 રન બનાવી રન આઉટ થયો હતો. રોહિત શર્મા 111 અને અંબાતી રાયડૂ 12 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. સદી ફટકરાવાની સાથે રોહિતે વનડેમાં 7000 રન પણ પૂરા કરી લીધા છે. વનડેમાં ધવને 15મી અને રોહિતે 19મી સદી મારી હતી.
2/6
![એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં ભારત સામે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 237 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે સર્વાધિક 78 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન સરફરાઝ અહેમદ(44 રન) સાથે ચોથી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ નવાઝ 15 અને હસન અલી 2 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ-યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23110611/shoaid-malik1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં ભારત સામે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 237 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શોએબ મલિકે સર્વાધિક 78 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન સરફરાઝ અહેમદ(44 રન) સાથે ચોથી વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. મોહમ્મદ નવાઝ 15 અને હસન અલી 2 રને અણનમ રહ્યા હતા. ભારત તરફથી કુલદીપ યાદવ-યુઝવેન્દ્ર ચહલ અને જસપ્રીત બુમરાહે 2-2 વિકેટ લીધી હતી.
3/6
![પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે સંગીન શરૂઆત કરી હતી. 8મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 24 રન પર પહોંચ્યો ત્યારે ઉમામ ઉલ હક 10 રન બનાવી ચહલની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. ફખર જમાન 31 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. બાબર આઝમ 9 રન બનાવી રન આઉટ થતાં ભારતને ત્રીજી સફળતા મળી હતી. ચોથી વિકેટ માટે સરફરાઝ અહેમદ અને શોએબ મલિક 107 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ 44 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. જે બાદ શોએબ મલિક 78 રન બનાવી બુમરાહની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો. આસિફ અલી 20 બોલમાં 30 રન બનાવી છઠ્ઠી વિકેટના રૂપમાં ચહલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ચહલની વન ડેમાં આ 50મી વિકેટ હતી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23110611/shoaib-malik.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમે સંગીન શરૂઆત કરી હતી. 8મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 24 રન પર પહોંચ્યો ત્યારે ઉમામ ઉલ હક 10 રન બનાવી ચહલની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થયો હતો. ફખર જમાન 31 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં આઉટ થયો હતો. બાબર આઝમ 9 રન બનાવી રન આઉટ થતાં ભારતને ત્રીજી સફળતા મળી હતી. ચોથી વિકેટ માટે સરફરાઝ અહેમદ અને શોએબ મલિક 107 રનની ભાગીદારી કરી હતી. સરફરાઝ 44 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં રોહિત શર્માને કેચ આપી બેઠો હતો. જે બાદ શોએબ મલિક 78 રન બનાવી બુમરાહની ઓવરમાં ધોનીને કેચ આપી બેઠો હતો. આસિફ અલી 20 બોલમાં 30 રન બનાવી છઠ્ઠી વિકેટના રૂપમાં ચહલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ચહલની વન ડેમાં આ 50મી વિકેટ હતી.
4/6
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23110611/team.jpg?impolicy=abp_cdn&imwidth=720)
5/6
![ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયૂડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની(વિકેટ કીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23163458/jadeja3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ટીમ ઈન્ડિયા: રોહિત શર્મા(કેપ્ટન), શિખર ધવન, અંબાતી રાયૂડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્રસિંહ ધોની(વિકેટ કીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ
6/6
![એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને તેની ટીમમાં બે ફેરફાર કર્યા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/23163424/toss.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં પાકિસ્તાને ભારત સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને તેની ટીમમાં બે ફેરફાર કર્યા હતા.
Published at : 23 Sep 2018 04:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સુરત
બિઝનેસ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)