રોહિત શર્માએ ભારતમાં રમાયેલી T20માં ઈનિંગમાં સૌથી વધારે સિક્સ મારવાનું કારનામું બીજી વખત કર્યું છે. તેણે મંગળવારે લખનઉમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 7 સિક્સ ફટકારી હતી. યુવરાજ સિંહ બે વખત ઈનિંગમાં 7 સિક્સ મારી ચુક્યો છે. લોકેશ રાહલે 2017માં ઈન્દોરમાં શ્રીલંકા સામે આઠ સિક્સર મારી હતી. જ્યારે 2017માં ઈન્દોરમાં શ્રીલંકા સામે રોહિત શર્માએ 10 સિક્સ મારી હતી. જે એક રેકોર્ડ છે.
2/7
T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સદી ફટકારનારો રોહિત શર્મા પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ટી20માં કુલ ચાર સદી મારી છે.
3/7
વર્લ્ડ ક્રિકેટમાં રોહિત શર્મા હવે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે 4 સદી ફટકારનારો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા રોહિત અને ન્યૂઝિલેન્ડનો કોલિન મુનરો 3-3 સદી સાથે સંયુક્ત રીતે નંબર એક પર હતા, પરંતુ રોહિતે આ રેકોર્ડ હવે પોતાના નામે કરી લીધો છે. વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલ અને ઈવિન લુઈસ, ભારતનો લોકેશ રાહુલ અને ન્યૂઝિલેન્ડનો મેક્કુલમ 2-2 T20 સદી લગાવી ચુક્યા છે.
4/7
લખનઉઃ નવાબોના શહેર લખનઉમાં 24 વર્ષ બાદ યોજાયેલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં રોહિત શર્માની શાનદાર સદીની મદદ વડે ટીમ ઈન્ડિયાએ પ્રશંસકોને દિવાળી ભેટ આપતા 71 રનથી વિજય મેળવ્યો હતો. રોહિત શર્માએ T20 ઈન્ટરનેશનલ મેચમાં તેની ચોથી સદી ફટકારવાની સાથે 61 બોલમાં અણનમ 111 રન બનાવ્યા હતા. જેમાં સાત છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ હતા.
5/7
T20 ઈન્ટરનેશલમાં તે સૌથી વધારે રન બનાવનારો પ્રથમ ભારતીય અને ક્રિકેટ વિશ્વનો બીજો ક્રિકેટર બની ગયો છે. 2271 રન સાથે ન્યૂઝિલેન્ડનો માર્ટિન ગુપ્ટિલ ટોચ પર છે, જ્યારે ગઈકાલની ઈનિંગ બાદ 2203 રન સાથે રોહિત શર્મા બીજા નંબર પર આવી ગયો છે. તેણે મેક્કુલમ (2140 રન) અને શોએબ મલિક (2190 રન)ને પાછળ રાખી દીધા છે. 111 રનની ઈનિંગ દરમિયાન 11 રન બનાવતાં જ તેણે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
6/7
T20 ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ ફટકારવાના મામલે હિટમેન રોહિત શર્મા 96 સિક્સ સાથે બીજા નંબર પર આ ગયો છે. તેણે 91 સિક્સ મારવાનો મેક્કુલમનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ અને માર્ટિન ગુપટિલ 103 સિક્સ સાથે નંબર 1 પર છે.
7/7
રોહિત શર્માએ T20 ઈન્ટરનેશલમાં 8મી વખત 100 રનથી વધુની ભાગીદારી કરી કરી હતી. આ પહેલા માર્ટિન ગુપ્ટિલ અને એશ્લે હેલ્સે 7-7 વખત આ કારનામું કર્યું હતું. રોહિત શર્માએ શિખર ધવન અને વિરાટ કોહલી સાથે મળીને 3-3 વખત આ પરાક્રમ કર્યું છે.