શોધખોળ કરો

INDvAUS: પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 10 વિકેટથી હરાવ્યું, વોર્નર-ફિંચની સદી, સીરિઝમાં 1-0ની લીડ

બંને ટીમો વચ્ચે શ્રેણીનો બીજો મુકાબલો 17 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે.

મુંબઈઃ ઓસ્ટ્રેલિયા સામે દેશની આર્થિક રાજધાની મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર રમાયેલી ત્રણ મેચની શ્રેણી પૈકીની પ્રથમ વન ડેમાં ઓસ્ટ્રેલિયાનો 10 વિકેટથી વિજય થયો હતો. ભારતે મેચ જીતવા આપેલા 256 રનના લક્ષ્યાંકને પ્રવાસી ટીમે 37.4 ઓવરમાં વિના વિકેટે હાંસલ કરી લીધો હતો. કેપ્ટન એરોન ફિંચ (110 રન અણનમ) અને ડેવિડ વોર્નરે (128 રન અણનમ) પ્રથમ વિકેટ માટે 258 રનની અણનમ ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને જીતાડ્યું હતું. વોર્નરે વન ડે કરિયરની 18મી અને ફિંચે વન ડે કરિયરની 16મી સદી ફટકારી હતી. મેચ જીતવાની સાથે જ ઓસ્ટ્રેલિયાએ 1-0ની લીડ લઈ લીધી છે. બંને ટીમો વચ્ચે શ્રેણીનો બીજો મુકાબલો 17 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. વાનખેડે અને ભારત સામે સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ વોર્નર (128* રન) અને ફિંચ (110* રન)ની જોડીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર ઓપનિંગ પાર્ટનરશિપનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો હતો. બંનેએ પ્રથમ વિકેટ માટે અણનમ 258 રન જોડ્યા હતા. આ પહેલાનો રેકોર્ડ ન્યૂઝીલેન્ડના રોઝ ટેલર અને ટોમ લાથમના નામે હતો. બંનેએ 2017માં 200 રનની પાર્ટનરશિપ કરી હતી.  આ ઉપરાંત વોર્નર-ફિંચની જોડીએ ભારત સામે સૌથી મોટી પાર્ટનરશિપનો રેકોર્ડ કર્યો હતો. આ પહેલાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જ્યોર્જ બેઇલી અને સ્ટીવ સ્મિથના નામે હતો. બંનેએ 2016માં પર્થમાં ત્રીજી વિકેટ માટે 242 રન જોડ્યા હતા. વોર્નરે માર્ક વૉની અને ફિંચે ગિલક્રિસ્ટની કરી બરાબરી વોર્નરે વાનખેડેમાં સદી ફટકારવાની સાથે જ ઓસ્ટ્રેલિયા તરફથી વન ડેમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે સ્ટીવ વૉની બરાબરી કરી લીધી છે. માર્ક વૉ અને વોર્નર 18 સદી સાથે બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે રહેલા રિકી પોન્ટિંગે 29 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે વન ડે કરિયરની 16મી સદી ફટકારી હતી. જેની સાથે તેણે ગિલક્રિસ્ટની બરોબરી કરી છે. બંનેના નામે વન ડેમાં 16-16 સદી છે. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી લીધી ફિલ્ડિંગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારત પ્રથમ બેટિંગ કરતાં 49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલઆઉટ થઈ ગયું હતું. ટીમ ઈન્ડિયા તરફથી શિખર ધવને સર્વાધિક 74 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલે 47 રન બનાવ્યા હતા.  ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 56 રનમાં 3 વિકેટ લીધી હતી. પેટ કમિન્સ અને કેન રિચર્ડસનને 2-2 સફળતા મળી હતી. 30 રનમાં ગુમાવી 4 કિંમતી વિકેટ ભારતે 13 રનના સ્કોર પર રોહિત શર્મા (10 રન)ની વિકેટ ગુમાવ્યા બાદ વન ડાઉન તરીકે શિખર ધવન સાથે લોકેશ રાહુલ જોડાયો હતો. બંનેએ બીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલ 47 રન બનાવી બીજી વિકેટના રૂપમાં આઉટ થયો હતો. જે બાદ શિખર ધવન 74 રન અને વિરાટ કોહલી 16 રન અને શ્રૈયસ ઐયર 4 રન બનાવી આઉટ થઈ જતાં ભારતનો સ્કોરો 134/1 વિકેટથી 164/5 વિકેટ થઈ ગયો હતો. ભારતે માત્ર 30 રનના ગાળામાં જ ચાર કિંમતી વિકેટો ગુમાવી હતી. પંતે 28, જાડેજાએ 25 અને ઠાકુરે 13 રનનું યોગદાન આપ્યું હતું. ભારતની પ્લેઇંગ ઇલેવન:  રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ સુપ્રીમ કોર્ટે નિર્ભયાના દોષી વિનય-મુકેશની ક્યૂરેટિવ અરજી ફગાવી, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Embed widget