Kagdapith Murder Case: અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધ
અમદાવાદ શહેરમાં હત્યાનો વધુ એક બનાવ. કાગડાપીઠ વિસ્તારમાં બે યુવક પર તલવારથી કરાયો હુમલો. જેમાં એકનું થયું મોત. ગઈકાલે રાત્રે અલ્પેશ ઠાકોર અને મહેશ ઠાકોર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ સમયે રસ્તા પર સરાજાહેર તલવારથી હુમલો કરાયો. જેમાં અલ્પેશ ઠાકોરનું મોત થયું. જ્યારે મહેશ ઠાકોરને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. મુખ્ય આરોપી છે જિજ્ઞેશ શર્મા. જે બુટલેગર છે. તેણે તેના 3 સાગરિતો સાથે મળી અલ્પેશની હત્યા કરી નાખી. બે દિવસ પહેલાં પણ જિજ્ઞેશ શર્માએ અલ્પેશને માર માર્યો હતો. જેને લઈ અલ્પેશે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એવામાં ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી. અલ્પેશની હત્યા કરી દેવાઈ...આરોપીઓને એવી પણ આશંકા હતી કે, અલ્પેશ જ દારૂના ધંધાની બાતમી આપી રહ્યો છે.પોલીસે જિજ્ઞેશ શર્મા સહિત 4 આરોપી સામે ગુનો નોંધ્યો છે.. જિજ્ઞેશ શર્મા અને અન્ય એક સગીર આરોપીને દબોચી લેવાયા છે. જ્યારે વિશાલ અને વિરાજ નામના બે આરોપી ફરાર છે. તો આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હંગામો મચાવ્યો. બે દિવસ પહેલાં અલ્પેશને માર મરાયાની ફરિયાદ નોંધાવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કર્યાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો.