શોધખોળ કરો
Advertisement
IND v AUS: સિડની ટેસ્ટમાં ભારત માટે માઠા સમાચાર, આ બે ખેલાડી નથી ઉતર્યા મેદાન પર, જાણો બીસીસીઆઈએ શું કહ્યું.....
ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી.
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 244 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 94 રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્સમેનો રન આઉટ થયા હતા. પુજારાએ લડાયક 50 રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે 4 વિકેટ લીધી હતી.
ભારતનો ધબડકો
ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે 4 વિકેટના નુકસાન પર 195 રન હતો ત્યાંથી 244 રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ 6 વિકેટ 49 રનમાં જ ગુમાવી હતી. જાડેજાની રન લેવાની ઉતાવળ ભારતને ભારે પડી હોય તેમ લાગતું હતું. વિહારી, અશ્વિન અને બુમરાહ ત્રણેય રન આઉટ થયા ત્યારે સામાપક્ષે જાડેજા હતો. જેને લઈ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો હતો.
જાડેજા-પંત થયા ઈન્જર્ડ?
ભારતીય ઈનિંગ દરમિયાન 85મી ઓવરમાં કમિંસનો બોલ પર પુલ શોટ ફટકારવાના પ્રયાસમાં તે ચુકી ગો હતો અને બોલ તેના જમણા હાથની કોણીમાં ભટકાયો હતો. આર્મ ગાર્ડ વગર રમી રહેલો પંત દર્દથી કણસવા લાગ્યો હતો અને મેદાન પર બેસી ગયો હતો. તે સમયે થોડીવાર માટે રમત બંધ રહી હતી. જોકે તેમ છતાં તેણે બેટિંગ શરૂ રાખી અને 67 બોલમાં 36 રન બનાવ્યા હતા.
જ્યારે ભારતીય ટીમ બીજી ઈનિંગમાં ફિલ્ડિંગ કરવા ઉતરી ત્યારે પંતને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. તેના સ્થાને રિદ્ધિમાન સાહા વિકેટકિપિંગ કરી રહ્યો છે. આ સિવાય જાડેજાને પણ સ્ટાર્કનો બોલ ડાબા અંગુઠા પર વાગ્યો હતો. જેને લઈ તે બીજી ઈનિંગમાં ફિલ્ડિંગ કરવા નથી ઉતર્યો. તેના સ્થાને મયંક અગ્રવાલ ફિલ્ડિંગમાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
બિઝનેસ
બિઝનેસ
બિઝનેસ
Advertisement