સિડનીઃ કુલદીપ યાદવે ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાઇ રહેલી શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 99 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જેના કારણે યજમાન ટીમ 300 રનમાં ઓલઆઉટ થઈ હતી અને ભારતને 322 રનની લીડ મળ્યા બાદ ઓસ્ટ્રેલિયાને ફોલોઓન કર્યું હતું. ચાઈનામેન બોલર કુલદીપ યાદવ ઓસ્ટ્રેલિયામાં 64 વર્ષ બાદ 5 વિકેટ લેનારો બીજો ડાબોડી સ્પિનર બની ગયો છે. આ પહેલા ઇંગ્લેન્ડના જોની વાર્ડલે 1955માં સિડનીમાં 79 રનમાં 5 વિકેટ લીધી હતી.
2/3
આ પહેલા ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઈનિંગમાં અનિલ કુંબલે 4 વખત, ભાગવત ચંદ્રશેખર 3 વખત, બિશન સિંહ બેદી 3 વખત, ઈરાપલ્લી પ્રસન્ના 2 વખત, શિવલાલ યાદવ એક વખત પાંચ વિકેટ ઝડપી ચુક્યા છે.
3/3
કુલદીપ છેલ્લા 11 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ઈનિંગમાં પાંચ વિકેટ લેનારો ભારતનો બીજો સ્પિનર છે. આ પહેલા અનિલ કુંબલેએ મેલબોર્નમાં 2007માં 84 રનમાં 5 વિકેટ લીધી હતી. જોકે, ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લેનારો કુલદીપ છઠ્ઠો ભારતીય સ્પિનર છે.