સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની અંતિમ મેચ સિડનીમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાલ પૂજારા 122 બોલમાં 40 રન બનાવી મેદાનમાં છે. આ દરમિયાન પૂજારાએ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે.
2/3
ઓસ્ટ્રેલિયામાં ભારતે રમેલી ટેસ્ટ શ્રેણીમાં 1000 કે તેથી વધારે બોલનો સામનો કરનારો પૂજારા પાંચમો ભારતીય બેટ્સમેન બની ગયો છે. પૂજારાએ આજની મેચમાં આ સીમાચિહ્ન મેળવ્યું હતું.
3/3
ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધારે બોલનો સામનો કરવામાં રાહુલ દ્રવિડ મોખરે છે. તે 2003-04ની સીરિઝમાં 1203 બોલ રમ્યો હતો. બીજા નંબરે રહેલા વિજય હઝારેએ 1947-48માં 1192 બોલ, ત્રીજા નંબરે રહેલા વિરાટ કોહલીએ 2014-15માં 1093 બોલ અને 1977-78માં સુનીલ ગાવસ્કરે 1032 બોલનો સામનો કર્યો હતો.