માર્શના સ્થાને ટીમમાં સમાવવામાં આવેલો ટર્નર ઓસ્ટ્રેલિયા તરફથી 3 T20 રમી ચુક્યો છે અને સ્પિન બોલિંગ પણ કરી શકે છે. આ ઉપરાંત 30 ઘરેલુ વન ડેમાં 33.72ની સરેરાશથી રન બનાવ્યા છે.
2/4
સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન ડે સીરિઝની પ્રથમ મેચ 12 જાન્યુઆરીએ સિડનીમાં રમાશે. મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો મોટો ફટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર મિશેલ માર્શ બીમાર થવાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેના કારણે તે પ્રથમ વન ડે નહીં રમી શકે. માર્શના સ્થાને ટીમમાં પર્થ સ્કોચર્સના બેટ્સમેન એશ્ટન ટર્નરને સામેલ કરવામાં આવ્યો છે.
3/4
માર્શને પેટની તકલીફના કારણે છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં છે. ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગરના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટેટ ક્રિકેટ રમનારો ટર્નરે તાજેતરમાં જ બિગ બેશ લીગમાં શાનદરા પ્રદર્શન કર્યું હતું.
4/4
ભારતીય સમય પ્રમાણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વન ડે 12 જાન્યુઆરીએ સવારે 7.50 વાગ્યે શરૂ થશે.