શોધખોળ કરો
INDvAUS: કોહલી-કૃણાલના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયાએ સીરિઝ કરી 1-1થી સરભર, આ રહ્યાં જીતના હીરો
1/6

દિનેશ કાર્તિકઃ ભારતે 108 રન પર ચોથી વિકેટ ગુમાવ્યા બાદ દિનેશ કાર્તિક કેપ્ટન કોહલી સાથે જોડાયો હતો. જો તે પણ ઝડપથી આઉટ થઈ ગયો હોત તો ભારત માટે મેચ જીતવી મુશ્કેલ બની જાત. કાર્તિક 18 બોલમાં 22 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
2/6

વિરાટ કોહલીઃ કેપ્ટન વિરાટ કોહલીને રન ચેઝનો બાદશાહ કેમ કહેવામાં આવે તે ફરી એક વખત સાબિત કરી દીધું હતું. એક સમયે ભારતે 108 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને અંતિમ ઓવરમાં જીતવા માટેનો રનરેટ પણ 9ની આસપાસ હતો. અહીંયાથી કેપ્ટન કોહલીએ દિનેશ કાર્તિક સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. કેપ્ટન કોહલી 41 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
Published at : 25 Nov 2018 06:46 PM (IST)
View More





















