શોધખોળ કરો
INDvAUS: વિરાટ કોહલીએ બનાવ્યા આ ખાસ રેકોર્ડ, જાણો વિગત

1/5

આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાં વિરાટ કોહલી અત્યાર સુધીમાં 14 વખત નોટ આઉટ પેવેલિયન પરત ફર્યો છે અન આ તમામ મેચમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો છે. જેનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે ભારતીય કેપ્ટન પિચ પર ઉભો હોય તો જીતની ગેરંટી છે અને કોહલીએ વારંવાર તેને સાબિત પણ કર્યું છે.
2/5

આ ઉપરાંત વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય T20માં 2144 રન રન બનાવી દીધા છે. જેના સાથે જ તેણે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેંડન મેક્કુલમને પાછળ રાખીને ચોથા સ્થાન પર કબજો કરી દીધો છે. મેક્કુલમના 2140 રન છે. ન્યૂઝીલેન્ડનો ગુપ્ટિલ 2271 રન સાથે પ્રથમ, ભારતનો રોહિત શર્મા 2237 રન સાથે બીજા અને પાકિસ્તાનનો શોએબ મલિક 2190 રન સાથે ત્રીજા સ્થાને છે.
3/5

વિરાટ કોહલીએ તેની આ ઇનિંગ દરમિયાન કોઈ એક દેશ સામે સૌથી વધારે ટી20 આંતરરાષ્ટ્રીય રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી ઓસ્ટ્રેલિયા સામે 465 આંતરરાષ્ટ્રીય રન બનાવી ચુક્યો છે. જે એક રેકોર્ડ છે. તેણે આ મામલે ન્યૂઝીલેન્ડના માર્ટિન ગુપ્ટિલને પાછળ રાખી દીધો છે. ગુપ્ટિલે પાકિસ્તાન સામે 463 રન બનાવ્યા છે.
4/5

ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી20માં પ્રથમ બેટિંગ કરતાં ભારતને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. એક સમયે ભારતે 108 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી અને અંતિમ ઓવરમાં જીતવા માટેનો રનરેટ પણ 9ની આસપાસ હતો. અહીંયાથી કેપ્ટન કોહલીએ દિનેશ કાર્તિક સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. કેપ્ટન કોહલી 41 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 61 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.
5/5

સિડનીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે ટી20 શ્રેણીની અંતિમ મેચમાં શાનદાર બેટિંગ કરતાં ભારતને મેચ જીતાડવાની સાથે સીરિઝમાં 1-1થી સરભર પણ કરી હતી. કોહલીએ અંતિમ ટી20 મેચની રોમાંચક ક્ષણોમાં સંભાળીને રમ્યો અને તેના અનુભવનો ફાયદો ઉઠાવવામાં કોઈ કચાશ ન રાખી. આ સાથે જ તેણે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા હતા.
Published at : 25 Nov 2018 08:39 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement